સુપ્રિમ કોર્ટે ઈડિની કાર્યવાહી પર રોક લગાવવાની માલ્યાની અરજી ફગાવી

0
8

ભાગેડુ વિજ્ય માલ્યાને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો ઝટકો
ન્યુ દિલ્હી,તા.૭
ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે માલ્યાની અરજીને ફગાવી છે. માલ્યાએ ઈડીની કાર્યવાહી પર રોક લગાવવા માટે અરજી કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. ઈડીએ માલ્યાની સંપત્તિ જપ્ત કરવાની શરૂઆત કરતા માલ્યાએ ઈડીની કાર્યવાહીનો વિરોધ કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટમાં માલ્યાને નિરાશા હાથ લાગી છે.
કોર્ટે સુનાવણી દરમ્યાન જણાવ્યુ કે, માલ્યા વિરૂદ્ધ ઈડી કાર્યવાહી કરે અને તાપસની દિશામાં આગળ વધારે આ પહેલા માલ્યાએ લંડનમાં જણાવ્યુ હતુ કે, બેંકની મુડી ચૂકવવા તૈયાર છું. પરંતુ મુડીનું વ્યાજ ચુકવવામાં નહીં આવે. માલ્યાએ આ પ્રકારનું નિવેદન અગસ્તા વેલ્ટલેન્ડના દલાલ મિશેલનું દુબઈથી ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવતા આપ્યુ હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY