બે મહિનામાં એક હજારથી વધુ આઈએએસ-આઈપીએસ અધિકારીઓની બદલી થશે…!!?

0
37

ન્યુ દિલ્હી,તા.૩
આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીના નામનો રહશે. જા તમે દેશના વિવિધ રાજ્યોના આંકડાઓ પર નજર નાખો તો આ સંખ્યા હજારથી ઉપર પહોંચી શકે છે. આ આકડામાં રાજ્ય સેવા અધિકારીઓ શામેલ નથી. વાસ્તવમાં દેશભરમાં લોકસભા ચૂંટણીના મતદારોની સમીક્ષા ૧ સપ્ટેમ્બરથી ચાલુ છે, જે ૩૧ જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે.
ઇસી ઓર્ડરને કારણે આ સમયગાળા દરમિયાન મતદાર યાદીના સંશોધન સાથે સંકળાયેલા અધિકારીઓની બદલી કમિશનની મંજૂરી વિના ટ્રાન્સફર કરી શકાતી નથી. વિધાનસભાની ચૂંટણીઓમાં ચૂંટાયેલા પાંચ રાજ્યો વિશે ૨૬મી ડિસેમ્બરે સમીક્ષાના કાર્યની શરૂઆત થઈ છે. એટલે કે નવા રચાયેલા મુખ્યમંત્રીઓને જિલ્લા કલેકટર અને અધિકૃત જિલ્લા સ્તરના અધિકારીઓને ટ્રાન્સફર કરવા માટે માત્ર ૨-૩ દિવસ મળ્યા છે.
જા તમે જાન્યુઆરીના પહેલા સપ્તાહનાં ડેટા જુઓ તો તેમાં વિવિધ રાજ્યોમાંથી આશરે ૨૦૦ આઇએએસ અધિકારીઓ એવાં છે જે કલેક્ટરના સ્કેલમાંથી પ્રમોશન મેળવીને કમિશનરના સ્કેલ પર પહોંચ્યાં છે. જા અડધા અધિકારીઓ પણ જિલ્લામાં ટ્રાન્સફર થયા તો ૧૦૦થી વધુને બદલવા પડશે એ વાત નક્કી છે. એ જ રીતે જુદા જુદા રાજ્યોમાં ૨૦૧૨ અને ૨૦૧૩ બેચ અધિકારીઓને જિલ્લા મેજિસ્ટ્રેટના રૂપમાં બદલી મળશે. તેમની સંખ્યા પણ ૨૦૦થી વધારે છે.
મતદાન સંશોધનને કારણે આચાર સંહિતાને લીધે ૨૦૧૮ના પાછલા વર્ષમાં બનેલા આઇ.એ.એસને પણ રાજ્ય સરકારોની સેવાઓ દ્વારા જીલ્લા અધિકારી તરીકે હજુ નિમણુક કરવામાં આવી નથી, જેની સંખ્યા ૩૦૦થી વધુ છે. દેશમાં ૧૯૯૪ના બેચના ૧૦૦થી વધુ અધિકારીઓને મુખ્ય સેક્રેટરી અને ૧૯૮૮ બેચના ૫૦થી વધુ અધિકારીઓએ અતિરિક્ત ચીફ સેક્રેટરીનો પગાર મળે છે જેની બદલી પણ જાન્યુઆરીમાં યોજાવાની છે.
આઈપીએસ અધિકારીઓ વિશે વાત કરવામાં આવે તો ૨૦૦૫માં આશરે ૨૦૦ આઈપીએસ અધિકારીઓને આ વર્ષે ડીઆઈજી સ્કેલમાં બઢતી આપવામાં આવી હતી. એ જ રીતે ડીઆઈજીના ૭૦ બેચ અધિકારીઓને આઇજી બનાવવામાં આવ્યાં છે. ૧૯૯૪ બેચના ૮૦થી વધુ અધિકારીઓ આઇજીમાંથી એડીજી રેન્કમાં આવ્યા છે, આ બધાને આગામી એક મહિનામાં તેમનાં પદ પર મોકલવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY