ન્યુ દિલ્હી,તા.૫
સીબીઆઈના ફોર્સ લીવ પર મોકલવામાં આવેલા સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ તપાસની જવાબદારી સંભાળતા એજન્સીના જાઈન્ટ ડાયરેક્ટર વી. મુરુગેસનની ટ્રાન્સફર મામલે યુટર્ન જાવા મળ્યો છે. સીબીઆઈના જાઈન્ટ ડાયરેક્ટર વી. મુરુગેસનના ટ્રાન્સફરના અહેવાલોના થોડાક જ સમયગાળા બાદ એજન્સી દ્વારા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતુ કે મુરુગેસન સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ તપાસની જવાબદારી સંભાળવાનું ચાલુ રાખશે.
સીબીઆઈએ મુરુગેસનને અસ્થાના વિરુદ્ધની તપાસ કરી રહેલી ભ્રષ્ટાચાર વિરોધી વિંગમાંથી આર્થિક અપરાધ શાખામાં બદલી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા અધિકારીઓને ટાંકીને આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મીડિયામાં ટ્રાન્સફરના અહેવાલની ગણતરીની મિનિટોમાં જ સીબીઆઈએ બીજા આદેશ જાહેર કર્યો અને જણાવ્યુ હતુ કે મુરુગેસન સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ મામલાનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે.
સીબીઆઈના કાર્યવાહક ડાયેરેક્ટર એમ. નાગેશ્વરરાવે અસ્થાના વિરુદ્ધ તપાસની જવાબદારી ધરાવતા મુરુગેસનને કોલસા ગોટા સાથે જાડાયેલા મામલાને ઝડપથી પૂર્ણ કરવાની કોશિશો હેઠળ ટ્રાન્સફર કર્યા હતા. તે આદેશમાં કહેવામાં આવ્યુ હતુ કે મુરુગેસન જાઈન્ટ ડાયરેક્ટર એસી-એચક્યી-વન ઝોનનો એડિશનલ ચાર્જ પાછો લેવામાં આવ્યો છે. કારણ કે કામના બોજાવાળું આ ઝોન તેમનો મોટાભાગનો સમય લઈ રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





