ભાજપ આગામી લોકસભા ચૂંટણી વિકાસ,સુરક્ષા,દેશના આત્મસન્માન જેવા મુદ્દાઓ પર લડશે

0
7
New Delhi: BJP National President Amit Shah addressing at an interactive session with FICCI in New Delhi on Saturday. PTI Photo by Vijay Verma (PTI9_9_2017_000039B)

ભાજપ પૂર્વોત્તરના રાજ્યોની ૨૫ બેઠકોમાંથી ૨૧ પર જીત મેળવશેઃ શાહ
ન્યુ દિલ્હી,તા.૬
ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે પાર્ટી આગામી લોકસભા ચૂંટણી વિકાસ, સુરક્ષા અને દેશના આત્મસમ્માન જેવા મુદ્દાઓ પર લડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ત્રણસોથી વધુ બેઠકો પર જીત મળશે અને વડાપ્રધાન મોદીની સત્તા યથાવત રહેશે. મહત્વપૂર્ણ છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૨૮૨ બેઠકો પર જીત મળી હતી.
અમિત શાહે કહ્યું છે કે અયોધ્યામાં રામમંદિર નિર્માણની વાત છે. તો કોંગ્રેસ ઈચ્છતી નથી કે આ મામલો ઝડપથી ઉકેલાય. ભાજપની ઘોષણા મુજબ તેઓ ચાહે છે કે રામમંદિરનું નિર્માણ થાય. પરંતુ કાયદાની મર્યાદામાં રહીને તેઓ આમ થાય તેવું ઈચ્છી રહ્યા છે. અમિત શાહે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિદ્રશ્યમાં મોટું પરિવર્તન થશે. પશ્ચિમ બંગાળમાં ૪૨માંથી ૨૩થી વધુ લોકસભા બેઠકો પર ભાજપને જીત મળશે. તેમણે દાવો કર્યો છે કે ભાજપ પૂર્વોત્તરના રાજ્યોની ૨૫ લોકસભા બેઠકોમાંથી ૨૧ પર જીત પ્રાપ્ત કરશે.
ભાજપના વિરોધી દળોના એકજૂટ થવાના મામલે અમિત શાહે કહ્યું હતુ કે કોંગ્રેસનું મહાગઠબંધન મજબૂર સરકાર આપશે અને મોદીના નેતૃત્વમાં ભાજપ મજબૂત સરકાર આપી શકે છે. તેમણે કહ્યું છે કે મોદી સરકારે આખા દેશમાં વિકાસ સંદર્ભે ઘણું કામ કર્યું છે. પરંતુ દેશની સુરક્ષાને મજબૂત કરવી વધુ ઉલ્લેખનીય કામગીરી છે. અમિત શાહે કહ્યું છે કે અમેરિકા અને ઈઝરાયલના સૈનિકો પર હુમલો થાય છે. તો તેનો બંને દેશોના સૈનિકો દ્વારા તાત્કાલિક જવાબ આપવામાં આવે છે.
૨૦૧૪માં ભાજપની સરકાર બન્યા બાદ અમેરિકા અને ઈઝરાયલ બાદ ભારત દુનિયાનો આવો ત્રીજા દેશ બની ગયો છે. અમિત શાહે દાવો કર્યો છે કે પાકિસ્તાનની અંદર સર્જિકલ સ્ટ્રાઈક કરીને વડાપ્રધાન મોદીએ મજબૂત ભારતની અવધારણા રજૂ કરી છે. ૨૦૧૬માં જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ભારતીય સેનાના ઠેકાણાઓ પર હુમલા બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY