મોદી સરકારની વેપારીઓને રાહતઃ હવે વર્ષમાં એક જ વાર ભરવુ પડશે રિટર્ન

0
6

વાર્ષિક ટર્નઓવરની લિમિટ ૨૦ લાખથી વધારી ૪૦ લાખ સુધી કરાઈ
ન્યુ દિલ્હી,તા.૧૦
જીએસટી કાઉન્સિલે નાના વેપારીઓને રાહત આપી છે. ગુરુવારે કાઉન્સિલે જીએસટી રજિસ્ટ્રેશનમાં છૂટ માટે વાર્ષિક ટર્નઓવરની લિમિટ ૨૦ લાખથી વધારીને રૂ. ૪૦ લાખ સુધીની કરવાનો નિર્ણય લીધો છે.
કંપોઝીશન સ્કીમ માટે વાર્ષિક ટર્નઓવરની લિમિટ ૧ કરોડથી વધારીને રૂ. ૧.૫ કરોડ કરી દેવામાં આવી છે. કંપોઝીશન સ્કીમ અંર્તગત આવનાર વેપારીઓને દર ત્રિમાસીક ટેક્સ જમા કરાવવો પડશે પરંતુ રિર્ટન વર્ષમાં એક જ વાર ભરી શકશે. જીએસટી કાઉન્સિલના નિર્ણયો ૧ એપ્રિલથી લાગુ થશે. કંપોઝીશન સ્કીમ અંર્તગત વેપારીઓ માચે ટેક્સનો દર ફિક્સ રાખવામાં આવશે.
સર્વિસ સેક્ટરને પણ રાહત આપવામાં આવી છે. રૂ. ૫૦ લાખ સુધીના ટર્નઓવરવાળા સર્વિસ પ્રોવાઈડરને કંપોઝીશન સ્કીમનો ફાયદો મળશે. તેમણે માત્ર ૬ ટકા ટેક્સ આપવાનો રહેશે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ-મકાનોના મામલે ગ્રુપ ઓફ મિનિસ્ટ્રર્સ (GoM)ની રચનાને મંજૂરી મળી ગઈ છે. GoM હવે તેની પર નિર્ણફ લેશે. આપને જણાવી દઈએ કે પીએમ અને નાણા મંત્રીએ અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ-મકાનો પર GST દર ઘટાડવાના સંકેત આપ્યા હતા. અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ અને મકાન ૧૨ ટકાના ટેક્સ સ્લેબમાં આવે છે.
નાણાપ્રધાન અરુણ જેટલીએ જીએસટી કાઉન્સિલની ૩૨મી બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી પ્રેસ કોન્ફરન્સ કરીને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેરળ ૨ વર્ષ સુધી મહત્તમ ૧ ટકા સુધી ડિઝાસ્ટર સેસ લગાવી શકે છે. ગયા વર્ષે આવેલા પુરથી થયેલા નુકસાનના કારણે આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.
રિઅલ એસ્ટેસ સેક્ટર માટે જીએસટી દર ધટાડવાના નિર્ણય વિશે સહમતી થઈ શકી નથી. અંડર કંસ્ટ્રક્શન ફ્લેટ પર જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાનો પ્રસ્તાવ હતો. આ વિશે વિચાર કરવા માટે ૭ સભ્યોના મંત્રીની સમિતિ બનાવવામાં આવશે.
આ પહેલા બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે GST કાઉન્સીલથી ૭૫ લાખ રૂપિયા વાર્ષિક વેપાર કરનારા ઉદ્યોગોને GST રજીસ્ટ્રેશનમાંથી છૂટ આપવાનો આગ્રહ કર્યો છે. એ સિવાય મધ્યમવર્ગ માટે બનતા ઘરોમાં GSTના ૫ ટકા દાયરાઓમાં લાવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY