ઈંદિરા ગાંધીની ઈમરજન્સીમાંથી શીખે ભાજપ, વર્માને હટાવવાનો નિર્ણય ખોટોઃ સ્વામી

0
5

ન્યુ દિલ્હી,તા.૧૨
સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને હટાવવાના નિર્ણય સામે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકાર સામે મોરચો ખોલ્યો છે.
સ્વામીએ કહ્યું હતુ કે ઈંદિરા ગાંધીના નિર્ણયોમાંથી શીખવાની જરુર છે.એક અંગ્રેજી અખબારે કરેલી વાતચીતમાં સ્વામીએ પૂર્વ જસ્ટિસ પટનાયકના નિવેદનનો હવાલો આપીને કહ્યું હતુ કે હું પટનાયકના નિવેદન સાથે ૧૦૦ ટકા સંમત છું.
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ પટનાયકે શુક્રવારે કહ્યું હતુ કે આલોક વર્મા સામે ભ્રષ્ટાચારનો કોઈ પૂરાવો નહતો.સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કહે તે અંતિમ શબ્દ નથી હોતો.સમગ્ર તપાસ સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની ફરિયાદ પર થઈ છે.મેં મારા રિપોર્ટમાં સ્પષ્ટપણે કહ્યું છે કે સીવીસીના અહેવાલનુ કોઈ પણ તારણ મારુ નથી.
પટનાયક સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ છે અને એપેક્સ કોર્ટે તેમને સીવીસી પર નજર રાખવા માટે કહ્યું હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY