વીએચપીના પૂર્વ અધ્યક્ષ વિષ્ણુ હરિ ડાલમિયાનું ૯૧ વર્ષે નિધન

0
5

દાલમિયા રામ જન્મભૂમિ આંદોલનના મુખ્ય પ્રતિનિધિઓ પૈકીના એક હતા
ન્યુ દિલ્હી,તા.૧૬
વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી)ના પૂર્વ અધ્યક્ષ વિષ્ણુ હરિ ડાલમિયાનું બુધાવારે નિધન થઇ ગયું છે. તેઓ ૯૧ વર્ષના હતા. ડાલમિયા રામ જન્મભૂમિ આંદોલનના ત્રણ મુખ્ય પ્રતિનિધિઓ પૈકિના એક હતા. ડાલમિયાએ તેમના ગોલ્ફ લિંક્સ નિવાસ પર સાવરે ૯.૩૭ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
વીએચપીએ જણાવ્યું હતું કે, વિષ્ણુ હરિ ડાલમિયા આજે સવારે સ્વર્ગ પધારી ગયા છે. તેમના અગ્નિસંસકાર સાંજે નિગમબોધ ઘાટ ખાતે કરવામાં આવશે.વીએચપીએ વધુમાં જણાવ્યું હતું કે, વય સંબંધી સમસ્યાઓને કારણે ડાલમિયાની સ્થિતિ બગડતા તેમને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાંથી ૧૩ જાન્યુઆરીએ ઘરે પરત લાવવામાં આવ્યા હતા.
ડાલમિયા શ્રીરામ જન્મભૂમિ ન્યાસના ટ્રસ્ટી અને વીએચપીના કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સભ્ય હતા. વીએચપીના વરિષ્ઠ નેતાઓ અશોક સિંઘલ અને ગિરિરાજ કિશોરની સાથે ડાલમિયાએ રામ જન્મભૂમિ આંદોલનમાં પ્રમુખ ભૂમિકા નિભાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY