સુપ્રિમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણયઃ મુંબઇમાં ફરીવાર ખૂલશે ડાન્સબાર

0
7

માલિક અને ડાન્સર વચ્ચેનું વેતન સરકાર નક્કી ન કરી શકે,જગ્યાની શરત પણ સુપ્રીમ કોર્ટે રદ કરી
ડાન્સરો પર નોટ ઉછાળી શકાશે નહીં,સુપ્રિમએ મહારાષ્ટ્ર સરકારના ૨૦૧૬ના કાયદાને કાયદેસર માની કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો
ન્યુ દિલ્હી,તા.૧૭
ડાન્સ બાર વિશે મહારાષ્ટ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદા વિશે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમના નિર્ણય પ્રમાણે હવે મુંબઈમાં ફરી ડાન્સ બાર ખુલી શકશે. કોર્ટે શરતો સાથે ડાન્સ બાર ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે કહ્યું હતું કે, નવો કાયદો બંધારણની સીમામાં આવવાની સાથે સાથે ગેરકાયેદસર ગતીવિધિઓ અને મહિલાઓના શોષણને પણ રોકે છે.
સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં કહ્યું છે કે, ડાન્સ બારમાં હવે પૈસાનો વરસાદ કરી શકાશે નહીં. તે ઉપરાતં ડાન્સ બાર વિસ્તારમાં સીસીટીવી કેમેરાની જરૂર પણ નથી. કારણે કે આ લોકોની પ્રાઈવેસીનો સવાલ છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, વર્ષ ૨૦૦૫ પછી સરકાર દ્વારા એક પણ ડાન્સ બારનું લાઈસન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું નથી. હાલના નિયમોના આધાર પર ડાન્સ બાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકાય નહીં. ગયા વર્ષે ૩૦ ઓગસ્ટે દરેક પક્ષની દલીલ સાંભળીને સુપ્રીમ કોર્ટે તેમનો નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, બાર ડાન્સરોને અલગથી ટીપ આપી શકાશે પરંતુ તેમના પર નોટ કે સિક્કા ઉછાળી શકાશે નહીં. મુંબઈમાં ડાન્સ બારને સાંજે ૦૬.૩૦થી રાતે ૧૧.૩૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. ડાન્સ બાર માલીકોએ રાતે દોઢ વાગ્યા સુધી ડાન્સ બાર ખુલ્લા રાખવાની મંજૂરી માંગી હતી પરંતુ તે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી નથી.
મહારાષ્ટ્ર સરકારે ડાન્સરોને ફિક્સ વેતન મળી શકે તે માટે પણ એક નિયમ બનાવવાની વાત કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તે રદ કરીને કહ્યું કે, ડાન્સર અને માલિક વચ્ચે વેતન ફિક્સ ન હોવું જાઈએ. વેતન નક્કી કરવાનો અધિકાર સરકારનો નથી પરંતુ આ માલિક અને ડાન્સર વચ્ચે આંતરિક કોન્ટ્રાક્ટનો મામલો છે.
મહારાષ્ટ્ર સરકારે સ્કૂલ-કોલેજ અને ધાર્મિક સ્થળથી ઓછામાં ઓછા ૧ કિમી દૂર ડાન્સ બાર રાખવાનો નિયમ જણાવ્યો હતો જેને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું છે કે, ડાન્સ બાર એરિયા અને ગ્રાહકોની વચ્ચે અંતર ન હોવું જાઈએ અને શહેરની ગીચતા જાઈને આ નિયમનું પાલન શક્ય પણ નથી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અશ્લીલતાની વ્યાખ્યા પણ બદલી છે. રાજ્ય સરકારે ડાન્સ બારમાં ગ્રાહકો અને બાર ડાન્સરો વચ્ચે ૩ ફૂટ ઉંચો બેરિકોડ બનાવવાની વાત કરી હતી. જેથી ગ્રાહક ડાન્સ જાઈ શકે પરંતુ તેમના સુધી પહોંચી શકે નહીં. પરિણામે અશ્લીલતાનો સવાલ ઉભો થાય નહીં. આ વિશે કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું છે કે, હવે સમાજ લિવ-ઈન સંબંધોને પણ સ્વીકારતો થઈ ગયો છે ત્યારે બાર ડાન્સર અને ગ્રાહકો વચ્ચે બેરિકોડ ઉભો કરવાની વાત યોગ્ય નથી.
ડાન્સ બારમાં શું કરી શકાશે અને શું નહીં કરી શકાયઃ-
– ડાન્સ બારમાં એરિયા અને ગ્રાહકોની વચ્ચે દિવાલ હશે નહીં. સરકારે નિયમ નક્કી કર્યો હતો કે ગ્રાહક અને ડાન્સરોની વચ્ચે એક ૩ ફૂટ ઊંચી દિવાલ બનાવામાં આવે, જેનાથી ડાન્સ તો જાઇ શકાશે પરંતુ તેમના સુધી પહોંચી શકાશે નહીં.
– મુંબઇ જેવા ક્ષેત્રમાં ધાર્મિક જગ્યાએથી એક કિલોમીટરના અંતરથી દૂર ડાન્સ બાર હોવાનો નિયમ તર્ક સંગત નથી.
– ગ્રાહક ડાન્સરોને ટિપ આપી શકે છે, પરંતુ રૂપિયા કે સિક્કા ઉછાળી શકશે નહીં
– કોર્ટે કહ્યું કે ડાન્સર અને માલિકની વચ્ચે ફિક્સ પગાર યોગ્ય નથી. આ અધિકાર સરકારનો નથી પરંતુ માલિક અને ડાન્સરની વચ્ચેના કોન્ટ્રાક્ટનો મામલો છે.
– કોર્ટે કહ્યું કે સાંજે ૬.૩૦ થી ૧૧.૩૦ સુધી જ બાર ખોલવાની મંજૂરી હશે.
– કોર્ટે ડાન્સ બારમાં સીસીટીવી લગાવાના નિયમને પણ રદ્દ કરી દીધો

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY