હવે પબ્લિક રેટિંગને આધારે નક્કી કરાશે અધિકારીઓનાં પ્રમોશન

0
502

ન્યુ દિલ્હી,તા.૧
આગામી વર્ષે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓનાં પ્રમોશનમાં સૌથી મહત્વની ભૂમિકા પબ્લિક ફીડબેક રહેશે. જે અધિકારી અને કર્મચારીઓની ગ્રેડિંગ ઉત્તમ હશે, તેને બેસ્ટ પ્રમોશન મળશે. કોઇ પ્રોડક્ટની જેમ આ કર્મચારીઓનું પણ ગ્રેડિંગ કરવાની પૂરી સિસ્ટમ બનાવવામાં આવેલ છે. આ દિશામાં છેલ્લાં દિવસોમાં સરકારને એક પ્રસ્તાવ પણ મળ્યો હતો.
સૂત્રોનાં અનુસાર, પીએમઓનાં આદેશ પર ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT)એ આ પ્રસ્તાવને માની લીધેલ છે અને ૧લી એપ્રિલ ૨૦૧૯થી નવી વ્યવસ્થાને લાગુ કરી શકાશે. નવી વ્યવસ્થા અંતર્ગત સરકારી કામકાજ દરમ્યાન સામાન્ય લોકોનો અનુભવ કેવો હોય છે અને તે બાબૂ અને કર્મચારીઓને કેવી રીતે ગ્રેડિંગ આપશે,
આને પબ્લિક ડોમેનમાં રાખવામાં આવશે. સામાન્ય લોકો તરફથી મળેલ ગ્રેડિંગ આ અધિકારીઓનાં પ્રમોશનથી લઇને વેતન વૃદ્ધિ સુધી નક્કી કરાશે. પીએમઓનાં આદેશ પર આનું ફોર્મેટ પણ તૈયાર કરવામાં આવ્યું.
નવા ફોર્મેટમાં અધિકારીનાં કામકાઝને ગ્રેડ અને અંક દેવાની વ્યવસ્થા છે. આને તે અધિકારી અને કર્મચારીનાં રેકોર્ડમાં દાખલ પણ કરવામાં આવશે. આનો મતલબ એ છે કે હવે કેન્દ્ર સરકારની ઓફિસોમાં ફાઇવ સ્ટાર અથવા તો વન સ્ટાર અધિકારી અથવા કર્મચારીઓને વિશે લોકો પહેલેથી જ જાણી શકશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY