ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને સત્તા સુધી પહોંચાડવામાં ચાર ગુજરાતીઓનો હાથ..!!?

0
7

ન્યુ દિલ્હી,તા.૧૨
દેશનાં પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો આવી ગયા છે. આ પરિણામોથી કાંગ્રેસમાં એક નવો ઉત્સાહ અને આશા ઉદભવી છે, તો ભાજપ માંટે લોકસભાની ચૂંટણી પહેલા આ પરિણામો ચિંતાનો વિષય બન્યા છે. પાંચમાંથી ૨ રાજ્યામાં કાંગ્રેસ પાર્ટી સત્તા સંભાળશે. તો મધ્યપ્રદેશમાં સત્તા બનાવવા માટે કાંગ્રેસ અને ભાજપે અન્ય પાર્ટીઓનાં સમર્થન પર મદાર રાખવો પડશે. બંને પાર્ટીઓએ મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા માટે એડીચોટીનું જાર લગાવવાનું ચાલુ કરી દીધુ છે. અહીં કાંગ્રેસ પાસે ૧૧૪ સીટો છે તો બીજેપી પાસે ૧૦૯ સીટો છે. કોઇપણ પાર્ટી પાસે બહુમત નથી.
બીજી તરફ ભાજપનું ‘કાંગ્રેસમુક્ત ભારત’નું સપનુ તુટી ગયું છે. કાંગ્રેસ કાર્યકર્તાઓ દેશભરમાં જીતની ઉજવણી કરી રહ્યા છે. કાંગ્રેસની આ જીતમાં ૪ ગુજરાતી આગેવાનોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાતમાં ગત વિધાનસભામાં કાંગ્રેસ સત્તા પર તો નહોતી આવી, પરંતુ તે ફરી ઉભી થઈ હતી. તો હવે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. મધ્યપ્રદેશમાં દિપક બાબરિયાએ મધ્યપ્રદેશનાં પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં સ્ક્રિનિંગ કમિટીનાં ચેરમેન તરીકે મધુસુદન મિસ્ત્રીની નિયુક્તિ કરવામાં આવી હતી.
રાજસ્થાનમાં માઇનોરિટી સેલનાં ચેરમેન તરીકે ગુજરાતનાં બદરુદ્દીન શેખને જવાબદારી સોંપવામાં આવી હતી. કાંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલને પાંચેય રાજ્યની ચૂંટણીનાં સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી. કાંગ્રેસની જીતમાં મતદાતાઓનો ભલે અહમ રોલ હોય, પરંતુ કાંગ્રેસનાં આ ગુજરાતી નેતાઓએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. આવનારી લોકસભા ચૂંટણીમાં પણ કાંગ્રેસ માટે આ ગુજરાતી નેતાઓ મહત્વનો ભાગ ભજવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY