ન્યુ દિલ્હી,તા.૧૫
કેગે વાયુસેના માટે થનારી ખરીદીમાં થઈ રહેલા વિલંબને લઈને ચિંતા વ્યક્ત કરી છે. વાયુસેનાએ જે ૧૧ સોદાની સમીક્ષા કરી છે તેમાંથી એકમાત્ર રાફેલ સોદો જ ૨૪ મહિનામાં પૂરો થયો છે જ્યારે બેઝીક ટ્રેનર એરક્રાફટ (પીલાટસ)ની ખરીદીમાં નિર્ધારિત ૩૬ મહિના લાગ્યા હતાં. જ્યારે બાકીના આઠ સોદાની ખરીદ પ્રક્રિયા પૂરી થવામાં નવ વર્ષ સુધીનો સમય વીતી ગયો છે.
સંસદમાં રજૂ થયેલા જે રિપોર્ટમાં રાફેલ ખરીદીને સસ્તી ગણાવવામાં આવી છે એ જ રિપોર્ટમાં વાયુસેનાની ખરીદી પ્રક્રિયામાં મોડું થવા ઉપર પણ સમીક્ષા કરાઈ છે. રિપોર્ટ અનુસાર દેશની રક્ષા ખરીદ નીતિ કહે છે કે અધિગ્રહણની પ્રક્રિયા મહત્તમ ત્રણ વર્ષની અંદર પૂરી થઈ જવીજાઈએ પરંતુ સાત ખરીદીમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં જ પાંચ વર્ષથી વધુનો સમય લાગી ગયો છે.
કેગે કહ્યું કે વાયુસેનાને ડોપ્લર વેધર રડારની ખરીદી પ્રક્રિયામાં આઠ વર્ષ એટલે કે ૯૬ મહિના લગાડી દીધા હતા. જ્યારે આ જ રડારની ખરીદી પ્રક્રિયા ભારતીય હવામાન વિભાગે માત્ર નવ મહિનામાં પૂરી કરી લીધી છે. બીજી બાજુ રક્ષા મંત્રાલયે કરાર દરમિયાન ભાવતાલ કરવામાં જ આઠ માસ લગાવી દીધા હતા. રિપોર્ટ અનુસાર અપાચે એટેક હેલિકોપ્ટરની ખરીદીમાં કુલ ૧૦૫ મહિના લગાવાયા હતાં. આ મર્યાદા નવ વર્ષથી ઓછી છે. હેવી લિફટ હેલિકોપ્ટર ‘ચિનૂક’ની ખરીદીમાં ૧૧૩ મહિના એટલે કે નવ વર્ષથી વધુ સમય લાગી ગયો હતો. ડબલ્યુ ડબલ્યુ મ્યુનિશનની ખરીદીમાં ૯૪ મહિના, પીપી પોડસની ખરીદીમાં ૭૬ મહિના, એ.સી.વન વાયુસેના એમએ મિસાઈલની ખરીદીમાં ૭૪ મહિના, ફુલ મિશન સિમુલેટરની ખરીદીમાં ૪૮ મહિના લાગી ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




