ન્યુ દિલ્હી,તા.૪
ખાડી દેશમાં કામદાર તરીકે કામ કરનાર કેરલના એક શ્રમિકના મોત બાદ પરિવારે ૨૫ લાખ રૂપિયા વળતર પેઠે માંગ્યા હતા. ૨૦૦૮માં પરિવારે મોટર એકિસડેન્ટ કલેઇમ્સ ટ્રાઇબ્યૂનલ (એમએસીટી)માં ૨૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
૧૦ વર્ષ સુધી ચાલેલા આ કાનૂની જંગ બાદ સુપ્રિમ કોર્ટે ૨૫ લાખની જગ્યા પર ૫૦ લાખ રૂપિયા વ્યાજની સાથે પરત કરવા આદેશ કર્યો છે. પરિવાર તરફથી માંગણી કરવામાં આવેલી રકમ કરતાં બે ગણી આપવાનો સુપ્રિમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો.
કેરળના ઇસ્માલનું ૧૦ મે ૨૦૦૮ના રોજ એÂક્સડેન્ટમાં મૃત્યું નિપજ્યું હતું. ઇસ્માઇલ પોતાની પાછળ પરિવારમાં ૨૨ વર્ષની વિધવા પત્ની તેમજ બે માસૂમ બાળકો સાથે ૯૦ વર્ષના વૃદ્ધ પિતાને છોડીને ગયા હતા. દોહા ખાતે ઇસ્માઇલ એક ફૂડ સેન્ટમાં ૨૫૦૦ કતાર રિયાલ (૩૦,૦૦૦) રૂપિયામાં નોકરી કરતાં હતા.
પરિવારે મોત બાદ એમએસીટી વરકારામાં વળતર પેઠે ૨૫ લાખની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે કોર્ટમાં એવા કોઇ નિયમ નથી કે વળતર પેઠે માંગણી કરવામાં આવેલી રકમ કરતાં વધારાની રકમનો આદેશ આપી ન શકાય.
સુપ્રીમ કોર્ટેને જા યોગ્ય લાગે તો વળતરની રકમમાં વધારો કરવાનો અધિકાર છે. સુપ્રિમ કોર્ટે પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રકમ વધારી ૨૮ લાખ કરી અને તેમાં ૮ ટકા વાર્ષિક વ્યાજને જાડીને આપવાનો આદેશ કર્યો. આમ કુલ વળતરની રકમ ૫૦ લાખ થઇ ગઇ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




