રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર : દેશ તમારા ફેક ન્યૂઝથી કંટાળી ગયો

0
5

ન્યુ દિલ્હી,તા.૨૨
પુલવામા આતંકી હુમલાવાળા દિવસે વડાપ્રધાન પર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેવાના રાહુલ ગાંધીના આરોપો પર પલટવાર કરતા ભાજપે શુક્રવારે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ તે દિવસના સવારના સમયના ફોટા બહાર પાડીને દેશને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. દેશ તમારા ફેક ન્યૂઝથી કંટાળી ગયો છે. રાહુલ ગાંધીના ટિવટ બાદ ભાજપે ટિવટર પર પોતાના અધિકૃત ટિવટર હેન્ડલ પર કહ્યું કે રાહુલજી ભારત તમારા ફેક ન્યૂઝથી કંટાળી ગયું છે. તે દિવસના સવારના સમયના ફોટા બેશર્મીથી જારી કરીને દેશને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો.
કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધતા ભાજપના ટિવટર હેન્ડલ પર કહેવાયું કે એવું લાગે છે કે તમને પહેલેથી ખબર પડી ગઈ હશે, પરંતુ ભારતના લોકોને સાંજે જ જાણ થઈ. ભાજપે કહ્યું કે હવે નેક્સ્ટ ટાઈમ જ્યાં જવાનોની શહાદત જાડાયેલી ન હોય ત્યાં સારી રીતે સ્ટંટ કરજા.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પુલવામા આતંકી હુમલાવાળા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ચેનલ માટે ફિલ્મના શુટિંગ કરવા અંગેના અહેવાલોને લઈને શુક્રવારે આક્રમક પ્રહારો કર્યા હતાં. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે શહીદોના ઘરમાં દર્દનો સાગર હિલોળા લઈ રહ્યો હતો ત્યારે ‘પ્રાઈમ મિનિસ્ટર’ હસતાં હસતાં દરિયામાં શુટિંગ કરી રહ્યાં હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY