બાલકોટના નાગરિકોએ પાક.ની પોલ ખોલીઃ ભારે તબાહી સર્જાઇ છે

0
10

ન્યુ દિલ્હી,તા.૨૬
ભારતીય વાયુસેનાના મિરાજ-૨૦૦૦ વિમાનોએ આતંકવાદી કેમ્પો પર કરેલા હુમલા બાદ પાકિસ્તાનની સેના અને સરકારના જુઠ્ઠાણાની પોલ તેના જ નાગરિકો ખોલી રહ્યા છે.
પાકિસ્તાને સેનાએ એવી શેખી હાંકી હતી કે ભારતીય વિમાનોના હુમલામાં કોઈ નુકસાન થયુ નથી પણ વાયુસેનાએ જ્યાં બોમ્બ વરસાવ્યા છે તે બાલાકોટના એક નાગરિક મહોમ્મદ આદિલે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલની વાતચીતમાં કહ્યું હતુ કે રાતે લગભગ ૩ વાગ્યા હતા.એવામાં બહુ મોટો ધડાકો સંભળાયો હતો.એવુ લાગ્યુ કે જાણે પ્રલય આવી ગયો હોય.પછી ખબર પડી કે ધડાકો થયો છે.સંખ્યાબંધ મકાનો તબાહ થઈ ગયા છે.લગભગ પાંચેક મિનિટ સુધી વિમાનોના અવાજ સંભળાયા હતા અને પછી અવાજા બંધ થઈ ગયા હતા.
દરમિયાન બાલાકોટ ખાતેની એક હોટલના માલિકે એક ભારતીય ન્યૂઝ ચેનલને કહ્યું હતુ કે રાતે ત્રણ વાગ્યે ચાર થી પાંચ બોમ્બ પડયા હતા.હુમલો થયો છે તે જગ્યા મારી હોટલથી એક કિમી દુર છે. ભારતના હુમલા બાદ બાલાકોટ અને આસપાસના વિસ્તારમાં ફફડાટનો માહોલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY