ન્યુ દિલ્હી,તા.૧
કેન્દ્રીય કેબિનેટે બેન્ક એકાઉન્ટ ખોલવા અને સિમ કાર્ડ ખરીદવા માટે આધારના સ્વૈચ્છીક ઉપયોગની પરવાનગી માટેના અધિનિયમને મંજૂરી આપી દીધી છે. અધિનિયમે સંસદમાં બિલ તરીકે રજૂ કરવામાં આવ્યું હતુ. ૪ જાન્યુઆરીએ લોકસભામાં તેને પાસ કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય સભામાં વિલંબ થવાના કારણે ૧૬મી લોસસભાના વિઘટન સાથે જ તે સમાપ્ત થઇ જશે. હવે અધિનિયમ દ્વારા આધાર એક્ટરમાં ફેરફાર કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને જાણકારી આપતાં કેન્દ્રીય કાયદા તથા ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે મંત્રી મંડળે આધાર તથા અન્ય કાયદા બિલને પ્રભાવી કરવા માટે એક અધિનિયમને મંજૂરી આપી દીધી છે.
બિલમાં આધારના ઉપયોગ અને પ્રાઇવસીના ઉલ્લંઘન માટે નિર્ધારિત માપદંડોના ઉલ્લંઘન માટે કઠોર દંડની જાગવાઇ કરી છે. આ જે વ્યકિતઓએ સ્વેચ્છાએ પોતના આધાર કાર્ડનો ઉપયોગ કર્યો છે, સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા તેની બાયોમેટ્રિક વિગતો અને આધાર નંબર જમા કરાવા પર રોક લગાવે છે.
રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ટેલિગ્રાફ એક્ટ અને પીએમએલએ નિયમો હેઠળ સ્વૈચ્છીક રૂપે આધારનો ઉપયોગ કરી શકાય છે. આધારનો ઉપયોગ કરનાર કોઇપણ એકમે પ્રાઇવસીના નિયમોનું પાલન કરવું પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



