પાડોસી દેશમાં જંગ લડવાની ક્ષમતા નથી,આતંકવાદને વધુ સાંખી નહીં લેવાયઃ મોદી

0
12

ન્યુ દિલ્હી,તા.૧૦
વડાપ્રધાન મોદી રવિવારે કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ (CISF)ના ૫૦મા સ્થાપના સમારંભ સામેલ થયા. તેઓએ કહ્યું કે પડોસી દેશની પાસે જંગ લડવા માટે ક્ષમતા નથી. તેથી જ તેઓ વારંવાર ઘૂસણખોરી કરાવે છે. ભારતમાં અલગ અલગ ષડયંત્રને પાર પાડે છે. પુલવામા અને ઉરી હુમલાનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું કે ઘણું થયું, આપણે અનંતકાળ સુધી પીડિત ન રહી શકીએ.
મોદીએ સમારંભમાં પરેડની સલામી લીધી અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેઓએ કÌšં કે, “૫૦ વર્ષ સુધી આ સંગઠનને આગળ વધારવામાં યોગદાન આપનારાં સૈનિકો આભારને પાત્ર છે. સ્વતંત્ર ભારતના સપનાંને સાકાર કરવામાં CISF એક મહત્વપૂર્ણ સંસ્થા છે. CISF એક એવું સંગઠન છે જે ૩૦ લાખ નાગરિકોની સુરક્ષામાં તહેનાત છે. આ કામ કોઈ વીઆઈપીને સુરક્ષા આપવાથી પણ મોટું છે. આ ઉપલબ્ધિ એટલે મહત્વપૂર્ણ બને છે કે જ્યારે પડોશી દેશમાં યુદ્ધ લડવાની ક્ષમતા ન હોય.”
પીએમ મોદીએ CISFનાં સલામી પરેડને સંબોધતા કહ્યું કે, CISF ની ભૂમિકા દેશની સુરક્ષા માટે ઘણી મહત્વની છે. જ્યારે દુશ્મન યુદ્ધ કરવાની સ્થિતીમાં ન હોય ત્યારે તે દેશની અંદર આતંકી પ્રવૃત્તિઓને વધારી દે છે. આ પ્રકારની પરિસ્થિતીઓમાં સુરક્ષાની જવાબદારી લેનાર CISFની ભૂમિકાની મહત્વપૂર્ણ બની જાય છે. સ્વંતત્ર ભારતનાં સપનાઓને સાકાર કરવા માટે સીઆઈએસએફ મહત્વપૂર્ણ એકમ છે.
વડાપ્રધાને કહ્યું કે, “જા આજે આ કાર્યક્રમમાં હાજર ન રહ્યો હોત તો મેં ઘણું ગુમાવ્યું હોત. સુરક્ષામાં લાગેલા જવાનોને સહયોગ આપવો જાઈએ. વીઆઈપી કલ્ચર સુરક્ષામાં ક્્યારેક કિયારેક સંકટ ઊભું થઈ જાય છે. સુરક્ષામાં નાગરિકોએ પણ સહયોગ કરવો જરૂરી છે. એરપોર્ટ અને મેટ્રોમાં સુરક્ષા CISFના સમર્પણથી જ સંભવ થઈ છે. મને પણ અનેક વખત મેટ્રોમાં સફર કરવાની તક મળી છે, મેં જાયું છે કે કલાકો સુધી મહેનત કરો છો.”
મોદીએ કહ્યું કે, “આપણાં સુરક્ષાકર્મીનો પરિવાર પણ અન્ય લોકોની જેમ જ હોય છે. તેમના પણ સપનાંઓ હોય છે, આકાંક્ષાઓ હોય છે. પરંતુ દેશની રક્ષાનો ભાવ જ્યારે મનમાં આવે છે તો દરેક મુશ્કેલી પર જીત મેળવી લે છે. આપદાઓની સ્થિતિમાં તમારું યોગદાન હંમેશા માટે સરાહનીય છે. કેરળમાં આવેલા ભીષણ પૂરમાં CISFએ રાહત અને બચાવના કામમાં દિવસ રાત એક કરીને હજારો લોકોના જીવન બચાવવામાં મદદ કરી હતી.”
CISFની સ્થાપના ૧૦ માર્ચ, ૧૯૬૯ના રોજ થઈ હતી. શરૂઆતમાં CISFમાં ૩,૧૨૯ જવાનો હતા. તેની સ્થાપના સંવેદનશીલ એકમોને સુરક્ષા આપવા માટે કરવામા આવી હતી.વર્તમાન સમયમાં CISF દિલ્હી મેટ્રો અને IGI સહિત દેશભરનાં મુખ્ય ૫૯ એરપોર્ટની સુરક્ષાની સાથો સાથ મુખ્ય સરકારી ઈમારતો, પરમાણુ સંસ્થા, ઐતિહાસિક ઈમારતો અને અંતરિક્ષ કેન્દ્રની સુરક્ષા માટે તહેનાત છે. હાલમાં CISFમાં આશરે ૧.૫૦ લાખ જવાનો તથા અધિકારીઓ છે. મહત્વનું છે કે કંધાર પ્લેન હાઈજેક બાદ CISFને દેશનાં તમામ એરપોર્ટની દેખરેખ અને સુરક્ષાની જવાબદારી સોંપવામા આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY