ન્યુ દિલ્હી,તા.૧૪
મધ્ય પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના બની છે. મધ્ય પ્રદેશના મંડલામાં પોલીસે સ્મેક(ડ્રગ્સ)ની સાથે રાજ્યસભાના સભ્ય અને ભાજપના નેતા સંપતિયા ઉઇકેના પુત્ર સતેન્દ્ર ઉઇકે અને પાસેના બે મિત્રો સાથે ધરપકડ કરી છે. શહેરની પોલીટેકિનકલ કોલોજની પાસે પોલીસે એક કારની રોકી તપાસ હાથ ધરી હતી. ગાડીમાં ત્રણ વ્યકિત સવાર હતા.
તપાસ દરમિયાન પોલીસને સતેન્દ્ર પાસેથી સ્મેકની ૧૭ પડીકી, તેના મિત્ર શાહરુખ પાસેથી સ્મેકની ૧૦ પડીકી અને અભિષેક પાસેથી સ્મેકની ૧૪ પડીકી મળી આવી હતી. જેનું કુલ વજન ૩.૩૮૦ ગ્રામ હતું. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ પીએમ મોદીએ માદક પદાર્થો પ્રતિ લોકોને જાગૃત કરતા જણાવ્યું હતું કે, માદક પદાર્થનો વેપાર ભારતની સુરક્ષા માટે એક મોટો પડકાર છે. પીએમ મોદીએ ડ્રગ ફ્રી ઈન્ડિયા અભિયાનના અવસર પર એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, ડબ્લ્યુએચઓના મતે વિશ્વભરમાં ત્રણ કરોડથી વધુ લોકોને ડ્રગ્સની કુટેવ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



