લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો : ટામ વડક્કન ભાજપમાં જોડાયા

0
9

ન્યુ દિલ્હી,તા.૧૪
લોકસભા ચૂંટણી ૨૦૧૯ અગાઉ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ અને કદાવર નેતા ગણાતા ટોમ વડક્કન આજે ભાજપમાં સામેલ થઈ ગયાં. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ભાજપમાં જોડવવા બદલ તેમનું સ્વાગત કર્યું. ટોમ વડક્કન કેરળના ત્રિશુર જિલ્લાથી આવે છે. ટોમ વડક્કન લાંબા સમયથી કોંગ્રેસની સાથે હતાં. તેઓ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત મદદનીશ પણ રહી ચુકવ્યા છે. વડક્કન લાંબા સમય સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહ્યા હતાં. રાહુલ ગાંધીના પાર્ટી અધ્યક્ષ બન્યા બાદ પણ તેઓ તેમના નીકટના ગણાતા હતાં.
ભાજપમાં સામેલ થયા બાદ ટોમ વડક્કને કહ્યું કે “મેં ૨૦ વર્ષ કોંગ્રેસને આપ્યાં. કોંગ્રેસમાં વંશવાદનું રાજકારણ હાવિ છે. પુલવામાં આતંકી હુમલા બાદ કોંગ્રેસે જે વલણ અપનાવ્યું છે તેનાથી હું ખુબ દુઃખી છું. કોંગ્રેસ પુલવામા હુમલા પર રાજકારણ રમી રહી છે. હું ભારે મનથી કોંગ્રેસ છોડી રહ્યો છું. પાકિસ્તાની આતંકીઓએ આપણી જમીન પર હુમલો કર્યો અને તમે તેના ઉપર જ રાજકારણ રમો છો.
તેમણે કહ્યું કે જ્યારે તમે દેશની સેનાઓ પર સવાલ ઉઠાવો છો ત્યારે દુઃખ થાય છે. કોંગ્રેસ છોડવી અને ભાજપમાં સામેલ થવું એ વિચારધારાની વાત નથી, દેશપ્રેમની વાત છે. ટોમ વડક્કન પૂર્વ પીએમ અને દિવંગત કોંગ્રેસ નેતા રાજીવ ગાંધીના પણ સહાયક રહી ચુકવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY