રિટાયર્ડ આઇએએસ પાસેથી ૫૦ લાખની પેન સહિત ૨૫૦ કરોડની સંપતિ મળી

0
257

ન્યુ દિલ્હી,તા.૧૪
બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીના સચિવ રહેલા રિટાયર્ડ IAS નેતરામના ઘર પર જયારે ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા તો અધિકારીઓને નવાઈ લાગી. રેડમાં ૨૦૦ કરોડથી વધુની સંપતિ સહિત એટલી મોંઘી ચીજા મળી કે ઈન્કમ ટેક્સ અધિકારીઓ પણ આ બાબતને માનવા તૈયાર નથી.
રેડમાં એક ડાયરી પણ ઈન્કમ ટેક્સ વિભાગને મળી છે. તેની અંદ ૨૫૦ કરોડની સંપતિની માહિતી છે. રેડ દરમિયા ૫૦ લાખની કિંમતની એક મોંટ બ્લાંક પેન પણ મળી છે. આ સિવાય ડિપાર્ટમેન્ટને શેલ કંપનીઓના કાગળો પણ મળ્યા છે. નેતરામે ૯૫ કરોડ રૂપિયાના નકલી શેર કેપિટલ દ્વારા છ પ્રોપર્ટી પણ ખરીદી હતી. જેમાંથી એક દિલ્હીના લુટિયંસ ઝોનમાં કેજી માર્ગ અને બીજી દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તાર જીકે-૧માં આવેલી છે.
એક સંપતિ મુંબઈ અને ત્રણ કોલકતામાં પણ છે. આઈટી વિભાગની કાર્યવાહી હજુ પણ ચાલું જ છે. સૂત્રોનું કહેવું છે કે સંપતિઓનો હાલ ખુલાસો થયો નથી. તપાસ ચાલી રહી છે. ઝડપથી આ અંગે માહિતી પ્રકાશમાં આવશે. ઉલ્લેખનીય છે કે નેતરામ બસપા અધ્યક્ષ માયાવતીની નજીકની વ્યકિત છે. જયારે માયાવતી ઉતર પ્રદેશની મુખ્યમંત્રી હતી ત્યારે નેતરામનું નામ હતું.
૯૭૯ની બેચના આઈએએસ નેતરામ તત્કાલીન મુખ્યમંત્રીના મુખ્ય સેક્રેટરી રહેવાની સાથે-સાથે ઘણાં મહત્વપૂર્ણ પદોની જવાબદારી સંભાળી છે. તેમની ગણતરી બસપા સરકારમાં ખૂબ જ વગ ધરાવતા અધિકારીઓમાં કરવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY