ન્યુ દિલ્હી,તા.૨૭
હીરાના ભાગેડુ વ્યાપારી નીરવ મોદીને ભારત પાછો લાવવા માટે સેન્ટ્રલ બ્યૂરો આૅફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ની સંયુક્ત ટુકડી લંડન જવા રવાના થઇ હતી. નીરવ મોદીની જામીન અરજીની સુનાવણી શુક્રવારે થવાની છે. સીબીઆઇ અને ઇડીની ટીમને નીરવ મોદી સામેનો પ્રત્યર્પણનો કેસ મજબૂત કરવા જરુરી દસ્તાવેજા સાથે મોકલાઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના અધિકારીઓની સાથે મોકલાયેલા દસ્તાવેજામાં નીરવ અને તેની પત્ની અમી સામેના તહોમતનામા તેમ જ આ કેસના સંબંધમાં ટાંચ મારવામાં આવેલી મિલકતની વિગતનો સમાવેશ થાય છે. ૪૮ વષૠય નીરવ મોદી અને તેના સગા મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેન્કની સાથે અંદાજે બે અબજ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ છે.
અગાઉ, સીબીઆઇની વિનંતિને પગલે નીરવ મોદીની સામે રેડ કોર્નર નોટિસ બહાર પડાઇ હતી અને તેની ધરપકડ કરાઇ હતી. યુકેના એક અખબારે નીરવ મોદી લંડનમાં વૈભવી વિસ્તારમાં રહેતો હોવાનું શોધી કાઢ્યું હતું. બાદમાં, નીરવને ગયા અઠવાડિયે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




