રોનાલ્ડોનાં ગોલથી યુવેન્ટસે ઇટાલિયન સુપર કપ જીત્યો

0
6

ન્યુ દિલ્હી,તા.૧૭
ઇટલીના ફૂટબોલ ક્લબ યુવેન્ટસે ઇટાલિયન સુપર કપ ટુર્નામેન્ટ જીતી લીધી છે. બુધવારે સાઉદી અરબ ખાતે રમાયેલી ફાઇનલમાં તેણે એસી મિલાનને ૧-૦ થી હરાવ્યું હતું. તેમના માટે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ ૬૧મી મિનિટે હેડરથી ગોલ કર્યો હતો. યુવેન્ટસે આ સિઝનમાં પહેલો ટાઇટલ જીત્યો હતો. તે રેકોર્ડ ૮મી વાર ઇટાલિયન સુપર કપ ચેમ્પિયન બન્યું હતું.
યુવેન્ટસે ગયા વર્ષે રોનાલ્ડોને પોતાની સાથે જાડ્યો હતો. તેમનું લક્ષ્ય ૧૯૯૬ પછી પહેલી વખત ચેમ્પિયન્સ લીગ જીતવાનું છે. રોનાલ્ડોએ મેચ પછી કહ્યું કે,”હું યુવેન્ટસ સાથે પહેલું ટાઇટલ જીતીને ખુશ છું. આ ફક્ત એક શરૂઆત છે. અમારી નજર હવે સિઝનમાં વધુ ટાઇટલ્સ જીતવા પર રહશે.
પોર્ટુગલનો રોનાલ્ડો કરિયરમાં પાંચ વાર ચેમ્પિયન્સ લીગ જીતી ચુકવ્યો છે. તેણે ઇંગ્લેન્ડ, સ્પેન, ઇટલી અને પોર્ટુગલમાં રમતા કુલ ૨૮ ટાઇટલ જીત્યા છે. તેણે આ સિઝનમાં યુવેન્ટસ માટે ૧૬ ગોલ કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY