પ્રેસને ખાનગી દસ્તાવેજ છાપવાથી રોકતો કોઈ કાયદો નથી : સુપ્રીમ કોર્ટ

0
2

ન્યુ દિલ્હી,તા.૧૧
રાફેલ કેસમાં નવા દસ્તાવેજોને પૂરાવા તરીકે સુનાવણી પર લાવવાનો નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં લોકતંત્રને મજબૂત કરવા માટે પ્રેસની આઝાદી અત્યતં મહત્વની છે પરંતુ સાથોસાથ પ્રેસમાં પક્ષપાતની પરેશાની કરનારી વધી રહેલી પ્રવૃત્તિ ઉપર ચેતવણી પણ આપી હતી. કોર્ટે કહ્યું કે દેશમાં એવો કોઈ કાયદો નથી જે પ્રેસને ખાનગી દસ્તાવેજા છાપવાથી રોકી શકે અથવા આવા દસ્તાવેજાને કે જે કોર્ટમાં રજૂ કરવામાં આવનારા છે તે પ્રતિબંધિત કરી શકે.
ત્રણ જજની બેન્ચમાં જસ્ટિસ રંજન ગોગોઈ અને એસ.કે.કૌલે અંગ્રેજી અખબારમાં રાફેલ ડીલના ખાનગી દસ્તાવેજા છપાવા પર કેન્દ્ર સરકારની આપત્તિઓના સંદર્ભમાં આ વાત કહી હતી. એટર્ની જનરલ વેણુગોપાલે દલીલ આપી હતી કે આ અહેવાલે ગેરકાયદેસર રીતે હાંસલ કરવામાં આવેલા ખાનગી દસ્તાવેજા પર આધારિત છે એટલા માટે તેને સમીક્ષા અરજી પર સુનાવણી માટે રેકોર્ડ પર ન લેવા જાઈએ. બેન્ચે કહ્યું કે છાપવાનો આ અધિકાર અભિવ્યકિતની બંધારણીય ગેરંટી અનુસાર છે. આ દસ્તાવેજાનું પ્રકાશન બેન્ચને પ્રેસની આઝાદીના ૧૯૫૦થી સતત અપાઈ રહેલા ચુકાદાઓની યાદ અપાવે છે.
જસ્ટિસ રંજન ગોગોઈ અને એસ.કે.કૌલે કહ્યું કે શાસકીય ગોપનીયતા કાયદો–૧૯૨૩ તથા કોઈ અન્ય કાયદો કે આવી કોઈ જાગવાઈ અમારી સામે લાવવામાં નથી આવી જેમાં સંસદે સરકારને એટલી શકિત આપી હોય કે તે ખાનગી દસ્તાવેજાને છાપવાથી રોકી શકે અથવા તેને પ્રતિબંધિત કરી શકે અથવા આવા દસ્તાવેજાને કોર્ટમાં રજૂ કરવાથી રોકી શકે જ્યારે કોર્ટ આવા મુદ્દાને નિર્ણિત કરી રહી હોય જે પક્ષો સાથે સંબંધિત હોય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY