ન્યુ દિલ્હી,તા.૧૨
સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડની કાયદેસરતાના મામલે સુનાવણી દરમિયાન તમામ રાજકીય પક્ષોને આ ઈલેક્ટોરલ બોન્ડ્સ અંતર્ગત પ્રાપ્ત કરેલી રકમ તેમજ દાતાઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠેળની બેન્ચે જણાવ્યું કે તમામ રાજકીય પક્ષો ૧૫ મે સુધીમાં દાન પેટે કેટલી રકમ પ્રાપ્ત થઈ તેની વિગતો ૩૦મે સુધીમાં ચૂંટણી પંચને એક બંધ કવરમાં સોંપી દે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ,જ્સિટસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નીની બેન્ચે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા માટે આ જરૂરી છે કે ઈલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા પ્રાપ્ત દાનનો ખુલાસો કરવામાં આવે.
ચીફ જસ્ટિસએ સીપીઆઈ(એમ) અને એડીઆર સંસ્થા દ્વારા કરાયેલી અરજી પર ચુદાકો આપતા જણાવ્યું કે ૧૫મે સુધી રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળેલા દાનની વિગતો ૩૦ મે સુધીમાં સોંપવી પડશે. આ વિગતોમાં તેમણે પ્રાપ્ત ડોનેશનની રકમનો ઉલ્લેખ કરવો પડશે તેમજ દાન મેળવ્યું હોય તે ખાતાઓની વિગતો પણ આપવી પડશે.
આ કેસમાં ગુરુવારને સુનાવણી થયા બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કેન્દ્ર સરકારની આ યોજના વિરુદ્ધ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ નામની એનજીઓ એ જાહેરહિતની અરજી દાખલ કરી હતી. એનજીઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દલીલો કરી હતી.
એનજીઓએ પોતાની અરજીમાં આ યોજનાની કાયદેસરતાને પડકારતા જણાવ્યું હતું કે આ યોજના પર રોક લગાવવામાં આવવી જાઈએ અથવા તો દાતાઓના નામ જાહેર કરવામાં આવે. એડીઆરની આ દલીલનો વિરોધ કરતા એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે જણાવ્યું કે આ યોજનાનો ઉદ્દેશ ચૂંટણી દરમિયાન કાળા નાણાંના ઉપયોગને રોકવાનો છે.
જા કે યોજનાને લઈને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચનો મત અલગ-અલગ છે. સરકાર ચૂંટણી બોન્ડથી દાન આપનારનું નામ ગુપ્ત રાખવા માંગે છે, જ્યારે ચૂંટણી પંચ પારદર્શકતા માટે દાતાઓના નામ સાર્વજનિક કરાય તેવું ઈચ્છે છે. કેન્દ્ર સરકારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની બેન્ચને જણાવ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ યોજનાની શરૂઆત રાજકારણમાં કાળા નાણાંને સમાપ્ત કરવા માટે કરાઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




