જાહેર દેવુ પહેલાથી વધુ ઉંચુ,૪-૫ વર્ષમાં ઓછુ કરવાની તાતી જરૂર : સુભાષ ચંદ્ર ગર્ગ

0
4

ન્યુ દિલ્હી,તા.૧૬
આર્થિક મામલાના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું કે જાહેર દેવુ પહેલાથી વધારે ઉંચુ બનેલુ છે અને આગામી ચાર-પાંચ વર્ષમાં તેને ઓછું કરવાની જરૂર છે.
રાજકોષીય ખાધ જીડીપીના ત્રણ ટકાના અનુકૂળ સ્તર તરફ વધવા અને ફૂગાવો નરમ થવાને રેખાંકિત કરીને ગર્ગે વધુમાં કહ્યું કે મેક્રોઇકોનોમિક પરિમાણો પર દેશની અર્થવ્યવસ્થા મજબૂત બની છે અને આ મામલે ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં છે. ઉદ્યોગ મંડળ ફિક્કીની વાર્ષિક સામાન્ય બેઠકને સંબોધન કરતા ગર્ગે કહ્યું, ‘અમારી ઉપર હજી પણ જાહેર દેવુ વધારે છે. બની શકે છે કે આગામી ૪-૫ વર્ષમાં અમે તેની પર ધ્યાન આપીશું.’ શાખ નિર્ધારણ કરનારી એજન્સીઓએ જાહેર દેવાના વધતા સ્તરને લઇને ચિંતા વ્યક્ત કરી અને દેશની ક્રેડિટ ઉન્નત રહેવાથી દૂર રહે.
તેમણે કહ્યું, ‘મોટાભાગની ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દેવુ-જીડીપીના ગુણોત્તરને વધુ મહત્વ આપે છે. જાકે, અમે રાજકોષીય ખાધ પર વધુ ધ્યાન આપી રહ્યાં છે. પરંતુ આવનારા સમયમાં આ ક્ષેત્ર છે, જ્યાં અમારે ધ્યાન આપવુ પડશે.’
ફૂગાવા અંગે ગર્ગે કહ્યું, ‘મને લાગે છે કે અમે મેદાન જીતી લીધુ છે. હું એવુ નહીં કહુ કે હવે કોઇ મુશ્કેલી થશે નહીં. તેલની કિંમત જેવા કેટલાંક પરિબળો છે, જે અમારા નિયંત્રણથી બહાર છે. પરંતુ મને લાગે છે કે અમે આ વાતને લઇને આશ્વસ્ત છે કે ફૂગાવાને લઇને ચિંતા ઓછી થઇ છે.’ મુખ્ય ફૂગાવો નવેમ્બરમાં ઘટીને ૨.૩૩ ટકા પર આવી ગયો, જે ૧૭ મહિનાના ન્યૂનત્તમ સ્તરે છે. જેનું મુખ્ય કારણ અનુકૂળ તુલનાત્મક આધાર તથા શાકભાજી તથા અનાજના ભાવમાં ઘટાડો છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY