રાજકીય લાભ માટે સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો
ન્યુ દિલ્હી,તા.૧૪
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટની ત્રણ જજાની બેંચના નિર્ણયનો હવાલો અપાતા ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, રાજકીય લાભ માટે સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કોંગ્રેસની મંશા હતી કે, હમ તો ડૂબે સનમ, તુમકો ભી લે ડૂબેંગે. દરમિયાન આ મામલે હોબાળો થતા સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
રાજનાથ સિંહે સંસદમાં ગરજતા કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશ અને સદનની માફી માંગવી જાઈએ. તેમણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે. સુપ્રીમ કોર્ટનો આજે જે નિર્ણય આવ્યો છે, જેમાં કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, આ ડીલ દેશ માટે ફાઈનાંશિયલ એડવાંટેજ છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, રાફેલની ટેક્નિરકલ ક્ષમતા પર કોઈ જ સવાલ ઉભા ના કરી શકાય. ગુણવત્તાના મામલે પણ આંગળી ચિંધી ના શકાય. રાફેલની ખરીદ પ્રક્રિયામાં કંઈ વાંધજનક નથી. આ વાત સુપ્રીમ કોર્ટના ત્રણ જજાની બેંચે કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




