ન્યૂયોર્ક,તા.૧
ત્રાસવાદનો સમૂળગો નાશ કરવા વિશ્ર્વાસ અને પારદર્શિતાનું નિર્માણ કરવાની વિનંતી નાબેલ પારિતોષિક વિજેતા કૈલાશ સત્યાર્થીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આપી હતી. પાકિસ્તાનની મલાલા યુસફઝાઇ સાથે ૨૦૧૪માં સત્યાર્થીને સંયુક્ત રીતે નાબેલ ઇનામ આપવામાં આવ્યું હતું.
પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલા બાદ બંને દેશ વચ્ચે વધેલા તણાવ મામલે એમણે ભારત અને પાકિસ્તાનને સંયમ જાળવવાની અપીલ કરી હતી. એમણે જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આપણાં બાળકોની સુરક્ષા, સલામતી અને ખુશી માટે, હું ભારત અને પાકિસ્તાનની સરકારને સંયમ જાળવવાની વિનંતી કરું છું. હું પીએમ મોદી અને પીએમ ખાનને ત્રાસવાદને મૂળથી ખલાસ કરવા
માટે વિશ્ર્વાસ અને પારદર્શિતાનો માહોલ ઊભો કરીને સાથે મળીને કામ કરવાની અપીલ કરું છું. બાળ હક માટે સક્રિય સ્વયંસેવક સત્યાર્થીએ ધર્મગુરુઓ, મીડિયા અને બંને દેશના યુવાનોને શાંતિ જાળવવા માટે એમની સરકાર સાથે મળીને કામ કરવાની અપીલ પણ કરી હતી.
એમણે જણાવ્યું હતું કે હું માનું છું કે વિશ્ર્વના કોઇપણ ખૂણે ત્રાસવાદ એ માનવતા માટે ખતરા સમાન છે. આપણાં બાળકોને શાંતિના વાતાવરણમાં મોટા થવાનો હક છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



