વલસાડ,તા.૧
વલસાડની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજમાં જુનિય ક્લાર્ક તરીકે ફરજ બજાવતી ધરાસણા ગામની યુવતીને લગ્ન કરવાની ખાતરી આપ્યા બાદ પરસ્ત્રીના પ્રેમમાં અંધ બની ગયોલા યુવાનના માનસિંક ત્રાસથી નાસીપાસ થનાર યુવતીએ છ માસ પહેલા અતુલ પાર નદીના પુલ પરથી નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. એ પ્રકરણમાં વલસાડ રૂરલ પોલીસે યુવતીને આત્મહત્યાની દુષ્પેરણા આપવાના ગુનામાં સંડોવાયેલા આરોપી યુવાનની અંતે ધરપકડ કરી હતી.
વલસાડના ડુંગરી ખાતે શ્રી લક્ષ્મી નિવાસ, જલારામ સોસાયટી, આઇ.જી.ટાવર, બાયપાસ રોડ પાસે રહેતા માછીમારની પુત્રીને ડુંગરીના ધરાસણા રોડ ઉપર પ્રમુખ સોસાયટીની સામે લુહારની બાજુમાં રહેતા અલ્કેશ બાબુભાઇ પટેલ સાથે ૮ વર્ષથી પ્રેમસંબંધ હતો. બંનેના સમાજ ભિન્ન હોયવાથી પ્રેમીએ પ્રમિકાના પિતાને તેની સાથે લગ્ન કરવાની ખાતરી આપી હતી.
જાકે, યુવતીના વર્તનમાં અચાનક ફેરફાર આવ્યો હતો અને તે સતત તણાવમાં રહેતી હતી. આ અંગે પિતાએ પુત્રીને પછતાં તેણે અલ્કેશ વલસાડની યુવતીના પ્રેમમાં પડ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી આ અંગે પિતાએ તેને સમજાવવા જતાં તેનામાં કોઇ ફેરફાર થયો ન્હોતો. પ્રેમીના બદલતા રૂપ અને માનસિક ત્રાસથી નાસીપાસ થયેલી યુવતીએ વલસાડના અતુલપાર નદીમાં કૂદકો મારી જીવતર ટૂંકાવ્યું હતું.
આ અંગે પિતાએ પ્રેમી અલ્કેશ વિરુદ્ધ પુત્રીને આત્મહત્યા કરવા માટે દુષ્પેરણા કરવાનો ગુનો નોંધાવ્યો હતો. જેના પગલે વલસાડ રૂરલ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેને જેલભેગો કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



