ન્યૂયોર્ક,તા.૩૦
ફોર્બ્સે અમેરિકાની ટેક કંપનીઓના ટોપ-૫૦ મહિલા અધિકારીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં ભારતીય મૂળની ચાર મહિલાઓ પણ છે. સિસ્કોના પૂર્વ ચીફ ટેકનોલોજી ઓફિસર પહ્મશ્રી વોરિયર, ઉબરના સિનિયર ડાયરેક્ટર કોમલ મંગતાની, કોન્ફલુએન્ટના ચીફ ટેકનોલોજી ઓફિસર અને કો-ફાઉન્ડર નેહા નરખેડે, આઈડેન્ટીટી મેનેજમેન્ટ કંપની ડ્રોબ્રિજની કામાક્ષી શિવરામકૃષ્ણનને આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.
પહ્મશ્રી વોરિયર (૫૮) હાલ ચીનની કાર કંપની નિયાની યુએસ હેડ છે. તે અગામી ૧૭ ડિસેમ્બરે રાજીનામુ આપશે. અગાઉ તે અમેરિકાની ટેક કંપની સિસ્કો સિસ્ટમ્સમાં ચીફ ટેકનોલોજી ઓફિસર હતી. તેણે સિસ્કોના અધિગ્રહણના સોદામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે માઈક્રોસોફટના બોર્ડમાં સામેલ છે. આંધપ્રદેશના વિજયવાડામાં જન્મેલી પહ્મશ્રી દિલ્હી આઈઆઈટીની પાસઆઉટ છે.
કોમલ મંગતાની (૪૩) ઉબરની સિનિયર ડાયરેક્ટર છે. તે બિઝનેસ ઈન્ટેલિજન્સ સેક્શનની હેડ પણ છે. કોમલ ઉબરની મહિલા એનજીઓના બોર્ડમાં પણ સામેલ છે. તેણે ધર્મસિંહ દેસાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, ગુજરાતમાંથી અભ્યાસ કર્યો હતો.
નેહા નરખેડે (૩૨)એ લિંક્ડઈનમાં સોફટવેર એન્જિનિયરની નોકરી કરવાની સાથે કોફ્લુએન્ટને અપાચે કાફ્કા સોફટવેર તૈયાર કરવામાં મદદ કરી હતી. તે ડેટા પ્રોસેસિંગ સોફ્ટવેર કોફ્લુએન્ટને બિઝનેસ વધારવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. નેહા પૂના યુનિવર્સિટીની પાસઆઉટ છે.
કામાક્ષી શિવરામકૃષ્ણન (૪૩) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે જાડાયેલી કંપની ડ્રોબ્રિજની સીઈઓ અને ફાઉન્ડર છે. તેમણે ૨૦૧૦માં કંપની બનાવી હતી. ડ્રોબિજ એ ટ્રેક કરે છે કે લોકો કેવા-કેવા ડિવાઈઝ યુઝ કરી રહ્યાં છે. કંપનીમાં અત્યાર સુધીમાં ૬.૮૭ કરોડ ડોલરનું વિદેશી રોકાણ થઈ ચૂકયું છે. ડ્રોબ્રિજ શરૂ કરતા પહેલા કામાક્ષી મોબાઈલ એન્ડ પ્લેટફોર્મ એડમોબમાં ડેટા સાઈન્ટિસ્ટ હતી. તેણે મુંબઈમાંથી અભ્યાસ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



