ન્યુયોર્ક,તા.૨૧
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની કૌન બનેગા કરોડપતિ સ્પર્ધા જે કાર્યક્રમ પરથી તૈયાર થઇ હતી એ અમેરિકી ટીવી શો વ્હૂ વોન્ટ્સ ટુ બી મિલિયોનેરનો ધી એન્ડ આવ્યો હતો.
છેલ્લા બે દાયકાથી આ પ્રોગ્રામ સતત અમેરિકી ટીવી પર થતો રહ્યો હતો અને પ્રચંડ લોકપ્રિયતાને વર્યો હતો. ૨૦૦૨માં પહેલીવાર શરૃ થયેલો આ પ્રોગ્રામ સતત સત્તર વર્ષ સુધી ચાલતો રહ્યો હતો અને એની લોકપ્રિયતામાં જરાય ઓછપ આવી નહોતી. આ પ્રોગ્રામ અમેરિકન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ચેનલ પરથી પ્રસારિત થતો હતો. આ ચેનલના પ્રવક્તાએ જાહેર કર્યા મુજબ હવે આ પ્રોગ્રામનો ધી એન્ડ આવ્યો છે અને ૨૦૧૯-૨૦ના વર્ષમાં આ પ્રોગ્રામ ટેલિકાસ્ટ નહીં થાય.
૧૯૯૯માં પહેલીવાર આ શો એબીસીના પ્રાઇમ ટાઇમ સ્લોટમાં રજૂ થયો અને એને એવી જબરદસ્ત લોકપ્રિયતા સાંપડી કે ૨૦૦૨ સુધી સતત ચાલતો રહ્યો. એના હોસ્ટ હતા રેજિસ ફિલબિન.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



