અમેરિકાના ટોચના રેપર ગાયક જે ઝેડ સામે કાનૂની કેસ માંડવામાં આવ્યો

0
3

ન્યુયોર્ક,તા.૨૫
અમેરિકાના મોખરાના રેપર સિંગર જે ઝેડ પર મગજની વિવિધ ઇજાઓનો ભોગ બની ગયેલા એક બોક્સરે કાનૂની કેસ માંડયો હતો.
રેપર ગાયક જે ઝેડ રાક નોશન સ્પોર્ટ નામે રમતગમતની કંપની પણ ચલાવે છે અને એણે એક બોક્સિંગ સ્પર્ધાનું સંચાલન કર્યુ હતું. આ બોક્સિંગ સ્પર્ધામાં એક બોક્સર ડેનિયલ ફ્રાન્કો પણ સામેલ થયો હતો.
ડેનિયલને એક સ્પર્ધામાં મગજની ગંભીર ઇજાઓ થઇ હતી. એ માટે એણે જે ઝેડની કંપનીને જવાબદાર ગણાવીને એને કાયદેસરની નોટિસ મોકલી હતી. એણે એવો આક્ષેપ કર્યો હતો કે બોક્સિંગની સ્પર્ધાના વિવિધ ઇવેન્ટ વચ્ચે અમને આરામ કરવાનો કે ફરી તૈયાર થવાનો પૂરતો સમય મળતો નહોતો. ૭૯ દિવસમાં તમે ત્રણ સ્પર્ધા યોજી હતી જેમાં મને ગંભીર ઇજાઓ થઇ હતી. એ માટે તમારે મને માતબર વળતર ચૂકવવું જાઇએ એવી માગણી જે ઝેડની કંપનીને મળી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY