એમેઝોનના સીઈઓ જેફ બેજાસે ૫૫૪ કરોડ રૂપિયામાં ૧૨ બેડરૂમનું ઘર ખરીદ્યું

0
22

ન્યુયોર્ક,તા.૬
વિશ્વના સૌથી અમીર વ્યકિત અને એમેઝોન ફાઉન્ડર જેફ બેજાસે ન્યુયોર્કમાં નવું ઘર ખરીદ્યું છે. મૈનહૈટન વિસ્તારમાં આવેલા આ ઘર માટે બેજાસે ૮ કરોડ ડોલર(૫૫૪ કરોડ રૂપિયા) ખર્ચયા છે. થોડા સમય પહેલા જ એમેઝોને ન્યુયોર્કના કવીન્સ વિસ્તારમાં પોતાનું બીજું હેડકવાર્ટર ખોલવાની યોજના બનાવી રહ્યાં હતા. જાકે ફેબ્રુઆરીમાં આ યોજના રદ કરવામાં આવી હતી. બેજાસ બાદમાં ન્યુયોર્કમાં નવા ઘરની શોધમાં હતા. હાલ એમ મનાઈ રહ્યું છે કે તે ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજની સાથે રહેશે.
બેજાસનું નવું ઘર ૧૭ હજાર વર્ગ ફીટમાં ફેલાયેલું છે. તેમાં ૧૨ બેડરૂમ છે. આ ઘરમાં પેન્ટાહાઉસ છે. તેની નીચે બીજા બે ફલેટ છે. પેન્ટહાઉસ ત્રણ માળનું છે અને તે ૧૦ હજાર વર્ગ ફુટમાં ફેલાયેલું છે. તેમાં એક લાઉંજ, બોર્ડરૂમ, ગોલ્ફ સિમ્યુલેટર, સ્ક્રીન રૂમ, ગેમ રૂમ અને પ્લે રૂમ પણ છે. બેજાસ આ ઘરને તેમની જરૂરિયાત મુજબ રી-ડિઝાઈન કરાવી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY