અમદાવાદ,તા.૧૯
નિકોલમાં આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પહેલા જ હાર્દિક પટેલની અટકાયત કરી લેવાઈ હતી. હાર્દિક નિકાલ પહોંચે તે પહેલા જ તેની પોલીસ દ્વારા અટકાયત કરાઈને તેને ક્રાંઈમ બ્રાંચ ખાતે લવાયો હતો. ત્યાં મોટી સંખ્યામાં પાટીદારો અને કન્વીનરોએ ભેગા મળીને જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક સહિત ૯ લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસના કામમાં હાર્દિક અને તેના સાથીદારોએ રૂકાવટ અને ગેરવર્તન કરવા બદલ ગુનો નોંધ્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલ, મનોજ પનારા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, કેતન દેસાઈ, રવિ કાવર, કિશન ચોડવડિયા, નિવ પટેલ, જતીન સિરોયા સામે ફરિયાદ નોંધી છે. હાર્દિક પટેલ નિકોલ ખાતે પહોંચે તે પહેલા તમામની અટકાયત કરી દેવામાં આવી હતી. જે દરમિયાન હાર્દિક તથા પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.
હાર્દિકનો હુંકાર ગુજરાત સરકાર કેમ ડરી રહી છે, પોલીસ માપમાં રહે
અટકાયત પહેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસ માટે ગુજરાત સરકાર કેમ ડરી રહી છે. હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યો છું, તો સરકાર કેમ મને રોકવાનું કામ કરી રહી છે. મારા ઘર બહાર પોલીસનો કાફલો બહાર ખડકી દેવામાં આવ્યો છે. મને ઉપવાસ કરતા કોઇ રોકી નહીં શકે, પાર્કિગ પ્લોટમાં નહીં જવા દે તો હું મારા ઘરની બહાર એન્ટ્રી ગેટમાં જ ઉપવાસ કરીશ. પરંતું હું ચોક્કસ ઉપવાસ કરીશ. આ ઉપરાંત તેમણે પોલીસને માપમાં રહેવાની અપીલ કરી હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



