૨૦૨૦થી પર્યટકો માટે ખુલશે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન,એક રાતનું ભાડુ ૨૫ લાખ

0
7

ન્યૂયોર્ક,તા.૮
અમેરિકન સ્પેસ એન્જન્સી નાસાએ કહ્યું છે કે, ૨૦૨૦ સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS )ને પર્યટકો માટે ખોલી દેવામાં આવશે. એટલે કે અંતરિક્ષમાં રિસર્ચ સિવાય પણ હવે લોકોISS પર રોકાઈ શકશે. રિપોટ્‌ર્સમાં જણાવ્યા પ્રમાણે ISS નું એક રાતનું ભાડું ૩૫ હજાર ડોલર (અંજારે રૂ. ૨૫ લાખ) હશે.
નાસાના ચીફ ફાઈનાન્સ ઓફિસર જેફ ડીવિટે શુક્રવારે જણાવ્યું કે, એજન્સી હવેISS ને આર્થિક લાભ માટે પણ ખોલી રહી છે. અમે તેનું માર્કેટિંગ પણ કરીશું. વર્ષ ૨૦૨૦ પછી દર વર્ષે ઓછામાં ઓછા બે મિશન થશે. તેમાં પર્યટકોને ૩૦ દિવસ સુધી ISS પર રોકાવાની ઓફર આપવામાં આવશે. દર વર્ષે ૧૨ અંતરિક્ષ યાત્રી સ્પેસ પર જઈ શકશે.
નાસાની યોજનાને એલન મસ્કની સ્પેસ-એક્સ અને બોઈંગ જેવી કંપની અમલમાં લાવશે. બંને કંપની અંતરિક્ષમાં જવા માટે ટ્રાન્સપોર્ટ વ્હીકલ તૈયાર કરે છે. સ્પેસ-એક્સે તાજેતરમાં જ તેમના ક્રૂ ડ્રેગન કેપ્સૂલનો ટેસ્ટ કર્યો હતો. જ્યારે બોઈંગ પણ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ ટેસ્ટ કરી રહી છે. કંપનીઓ કોન્ટેસ્ટ દ્વારા અંતરિક્ષ યાત્રા માટે લોકોની પસંદગી કરી રહી છે. અત્યારે ISS પર જવા-આવવાનું ભાડું ૫.૮ કરોડ ડોલર (૪૦૨ કરોડ રૂપિયા) રાખવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY