નામદેવ શેણમારેએ જીવનïભર શોષિત અને પીડિતો માટે સંઘર્ષ કર્યો હતો
સુરત, તા.૧૨
ભારતીય સામ્યવાદી પક્ષ, સુરત તથા લાલ વાવટા યુનિયન તરફથી ભારતીય સામ્યવાદી પક્ષના ભૂતપૂર્વ રાજ્યમંત્રી અને રાષ્ટ્રીય કાઉન્સિલના સભ્ય કોમરેડ નામદેવ શેણમારેની ૧૪મી પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ સભા યોજાઈ. કોમરેડ નામદેવ શેણમારેનો જન્મ તા.૨૧-૪-૧૯૨૧ના રોજ થયો હતો. તેઅો ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા અને સામ્યવાદી વિચારધારા ધરાવતા હતા. તેઅો સુરત મનપામાં લાલ વાવટા યુનિયનના ઉપપ્રમુખ તરીકે સને ૧૯૫૬ થી ૧૯૯૯ સુધી રહ્ના હતા. તેઅો જીવનભર સમાજના શોષિત અને પીડિત લોકો તેમજ કામદારોના અને કિસાનોના ઉત્થાન માટે સંઘર્ષશીલ રહ્ના હતા. તેમણે કામદારોની અધિકારોની લડત ઉપરાંત સુરત શહેરમાં તથા રાષ્ટ્રીય સ્તરે બીન સાંપ્રદાયિકતા તેમજ કોમી એકતા જાળવવા માટે ખૂબ કામગીરી કરી હતી. તેમણે તા.૧૧-૧૦-૨૦૦૪ના રોજ ચીરવિદાય લીધી હતી. આ સ્મૃતિ સભામાં ભારતીય સામ્યવાદી પક્ષના નેતા કોમરેડ ધીરજભાઈ સોલંકી, ચીમનભાઈ સોલંકી, ભરતભા અોલપાડી, અતુલભાઈ શાહ ઉપરાંત સામ્યવાદી પક્ષના અને સુરત મનપાના લાલ વાવટા યુનિયનના કાર્યકર્તાઅો ઉપસ્થિત રહ્ના હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



