નિનાય ધોધ માં ત્રણ ડૂબ્યા.

0
132

નર્મદા જિલ્લાના ડેડીયાપડાં ખાતે આવેલ નિનાઈ ધોધમાં અંકલેશ્વર ના 3 યુવકો ડૂબ્યા્યા

અંકલેેશ્વર નાા 8 યુવાનો નિનાઈ ધોધ ખાતે ફરવા આવ્યા હતા એ પૈકી ત્રણ યુવાનો ડૂબતા શોધખોળ ચાલુ

અંકલેશ્વર ની પટેલ પાર્ક ના રહીશ હોવાની માહિતી

એક મૃતદેહ મળી આવ્યો અન્ય બે ની શોધખોળ ચાલુ

ડૂબેલા ત્રણ પૈકી સંદીપ ચૌહાણ,આકાશ બબનજા અને યસ સોની ( તમામ અંકલેશ્વર ના રહેવાસી) હોવાની માહિતી

રાજપીપલા: નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના જાણીતા નિનાઈ ધોધ ખાતે આજે અંકલેશ્વર ના આઠ યુવાનો ફરવા આવ્યા હતા એ પૈકી ત્રણ યુવાનોમાં સંદીપ ચૌહાણ,આકાશ બબનજા અને યશ સોની હાલ પડી રહેલી આકરી ગરમી માં રાહત મેળવવા ધોધ માં નાહવા પડ્યા અને તે પૈકી એક યુવાન ડૂબતા એને બુમાબુમ કરતા અન્ય બે એને બચાવવા ગયા અને એ પણ ધોધ ના ઊંડા પાણીમાં ગરકાવ થતા બાકીના મિત્રો એ બુમરાણ મચાવી પરંતુ પાણીની ઊંડાઈ માં ડૂબતા સ્થાનિક લોકો,વન વિભાગ તેમજ પોલીસ ની ટિમ દ્વારા ત્રણેય ની શોધખોળ શરુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જોકે આ લખાય છે ત્યાં સુધી એક યુવાનનો મૃતદેહ મળ્યો છે બાકીના બે ની શોધખોળ ચાલુ હોવાની માહિતી સામે આવી છે. પોલીસ ઘટના સ્થળે પોહચી વિગત મેળવી જરૂરી કાર્યવાહી કરી રહી હોવાનું ડેડીયાપાડા પોલીસ સ્ટેશને થી જાણવા મળ્યું છે .હજુ બે યુવાન લાપતા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY