મનરેગા હેઠળ નાંદોદ તાલુકાના અણીજરા ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરીમાં ઘરઆંગણે રોજગારી 

0
44

રોજગારી મેળવવાની સાથોસાથ ગામ સુવિધામાં યોગદાન બદલ ગૌરવ લઇ રહેલા શ્રમિક પરિવારો

૮૦ જેટલા શ્રમિકોને દૈનિક ૧૪,૮૦૦/- ની રોજગારી સાથે ૪૭૪૦ જેટલા માનવદિન રોજગાર થકી અંદાજે રૂા.૯ લાખની રોજગારી પૂરી પડાશે

રાજપીપલા: સમગ્ર ગુજરાતમાં રાજ્ય સ્થાપના દિનથી સુજલામ-સુફલામ યોજનાના આરંભાયેલા રાજ્યવ્યાપી જળસંચય અભિયાન હેઠળ નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના અણીજરા ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત મનરેગા અંતર્ગત શરૂ થયેલા ગામ તળાવ ઉંડુ કરવાના કામમાં અણીજરા ગામના ૮૦ જેટલા શ્રમિકો ઘરઆંગણે જ રોજગારી મેળવવાની સાથોસાથ ગામ લોકોને ઉપયોગી બનનારા ગામ તળાવની કામગીરીમાં યોગદાન આપવા બદલ આ શ્રમિક પરિવારો ગૌરવ લઇ રહ્યાં છે.

જિલ્લાના અણીજરા ગામે છેલ્લા એક સપ્તાહથી ગામ તળાવ ઉંડુ કરવાની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીમાં આજે બીજા સપ્તાહનો પ્રારંભ થયો છે. ગામની બાવન (52) મહિલાઓ અને ૨૮ પુરૂષ સહિત કુલ- ૮૦ જેટલા શ્રમિકો ૮૬૧૦ ઘન મીટરના વિસ્તારમાં તળાવ-ઉંડુ કરવાની કામગીરીમાં જોતરાયા છે. જેમાં શ્રમિકોને પાણી પીવડાવવા માટેની વ્યવસ્થા, મંડપ દ્વારા છાંયડાની વ્યવસ્થા તેમજ પ્રાથમિક સારવારની સાધન-સામગ્રીની વ્યવસ્થા પણ આ કામગીરીના સ્થળે ઉપલબ્ધ કરાઇ છે.

આ મુલાકાત દરમિયાન નાંદોદ તાલુકાના એફ.પી.ઓ.મોહમંદસોયેબ શેખે જણાવ્યું હતું કે, તા. ૩૧ મી મે, ૨૦૧૮ સુધી અણીજરા ગામના હયાત તળાવને ઉંડુ કરવાની ચાલનારી આ કામગીરીમાં અંદાજે ૪ ફુટ જેટલું તળાવ ઉંડુ કરાશે. પ્રતિદિન શ્રમિકદીઠ રૂા.૧૮૫/- ની રોજગારી મુજબ આ કામે દૈનિક અંદાજે રૂા.૧૪,૮૦૦/- ની રોજગારી મુજબ ૪૭૪૦ જેટલી માનવદિન રોજગારી થકી અંદાજે રૂા.૯ લાખ જેટલી રોજગારી આ શ્રમિક પરિવારોને ચૂકવવામાં આવશે.

આ પ્રસંગે ઉપસ્થિત ગામના સરપંચ હરેશભાઇ વસાવા જણાવે છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પ્રારંભાયેલા આ જળસંચય અભિયાનને લીધે અંદાજે ૧૫૦ જેટલા ઘરની વસતી ધરાવતાં અમારા ગામમાં પણ તળાવ ઉંડુ કરવાના શરૂ કરાયેલા આ કામથી અમારા ગામમાં ઘરઆંગણે જ જરૂરિયાતમંદોને રોજગારી મળી રહી છે. આ પ્રસંગે ગ્રામ રોજગાર સેવક કલ્પેશભાઇ વસાવા અને ટેકનીકલ આસિસ્ટન્ટ શ્રીમતી સ્નહેલબેન વસાવા આ મુલાકાતી ટૂકડી સાથે પ્રવાસમાં જોડાઇને જરૂરી ટેકનીલક જાણકારી આપવાની સાથોસાથ અન્ય વિગતોથી પણ વાકેફ કર્યા હતાં.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY