નીરવ મોદીએ બેન્કના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને હેરાફેરી કરી

0
16

ન્યુ દિલ્હી,તા.૨૪
લગભગ ૧૩ હજાર કરોડ રૂપિયાના PNB કૌભાંડમાં સીબીઆઇ મુખ્ય આરોપી નીરવ મોદીની શોધખોળ કરી રહી છે. આ દરમિયાન નીરવ અને પંજાબ નેશનલ બેન્કના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મિલીભગતનો નવો ખુલાસો થયો છે. પીએનબીની દુબઇ અને હાંગકાંગની શાખાઓની ફાઇલોની તપાસથી જાણવા મળ્યું છે કે નીરવે બેન્કના કેટલાક ઉચ્ચ અધિકારીઓએ સાથે મળીને હેરાફેરી કરી છે.
નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કની હાંગકોંગ બ્રાંચમાં લેવડ-દેવડ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૦માં શરૂ કરી હતી. ત્યારથી લઇને કૌભાંડના ખુલાસા સુધી નીરવ PNB ની હોંગકોંગની બ્રાન્ચમાં ૨૧૪૯વાર લેવડદેવડ કરી ચુક્યો હતો. ત્યારે PNB ની દુબઇ બ્રાન્ચમાં નીરવે ૩૯૮૧વાર લેવડ-દેવડ કરી હતી.
નીરવ મોદી સાથે કરવામાં આવેલી આ લેવડ-દેવડનો બધો ડેટા પીએનબીએ છુપાડીને રાખ્યો હતો. પરંતુ હવે આ આંકડાકીય માહિતીના ખુલાસાથી પીએનબીની કાર્યશૈલીની કેટલીય ખામીઓ સામે આવી છે.
જેમાં ખોટા બેન્ક એકાઉન્ટ્‌સના બાયર્સ ક્રેડિટ જાહેર કરવાં, એક બિલના અવજમાં બે લેટર્સ આૅફ ક્રેડિટ (એલઓયૂ) જાહેર કરવું અને નિર્યાતક (એક્સપોર્ટર)નું વિવરણ આપવાની જગ્યાએ ટઅડ લખી દેવું. સ્પષ્ટ છે કે આ બધી જ ગોલમાલ બેન્કના ઉચ્ચ અધિકારીઓની સહમતિ વગર શક્ય નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY