ન્યુ દિલ્હી,તા.૨૬
પંજાબ નેશનલ બેંકમાં ૧૩,૪૦૦ કરોડ રૂપિયાથી વધુ કૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરૂદ્ધ સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. આ સમન્સ નવા ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદા અંતર્ગત પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ કોર્ટે જાહેર કર્યાં છે.
કોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલાં સમન્સમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદી અને મેહુલ ચોકસીને ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરે કોર્ટ સામે હાજર થવું પડશે. કોર્ટ તરફથી આ આદેશ ઈડ્ઢની અરજી પર જાહેર કરવામાં આવ્યાં છે.
અધિકારીઓએ જણાવ્યું કે ઈડ્ઢએ આ બંને વિરૂદ્ધ નવા ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદા અંતર્ગત કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. ઈડ્ઢ હાલમાં જ ED કોર્ટ ગયા હતા. જ્યાં તેઓએ કોર્ટને નીરવ મોદી અને મેહુલ ચોકસીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા અને તેમની ૩૫ અબજથી વધુ સંપત્તિ જપ્ત કરવાની માગ સાથે અરજી દાખલ કરી છે.
કોર્ટ તરફથી મોકલવામાં આવેલાં સમન્સ કહેવામાં આવ્યું છે કે નીરવ મોદીને ૨૫ સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવું પડશે.
મેહુલ ચોકસીને ૨૬ સપ્ટેમ્બર હાજર થવું પડશે. તેમના વિરૂદ્ધ હવે ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદા અંતર્ગત કેસ ચાલશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




