આકરી ગરમીમાં પણ નિર્ભયા સ્કોડ દ્વારા રાજપીપલા માં મજનૂઓની ઊંઘ હરામ કરવા સતત પેટ્રોલિંગ

0
137

દ્વિચક્રી વાહનો પર સતત રોમિયો ની ખબર લેતી નિર્ભયા ની ટીમની કામગીરી કાબિલેતારિફ

રાજપીપલા:
રાજપીપલા માં રોમિયોની ખેર નથી એવી કસમ ખાઈને ખૂણે ખાચરે થી રોમિયોગીરી કરનારા તત્વો ને શોધી ને શબક શીખવાડતી નિર્ભયા ટિમ માં મહિલા હોવા છતાં નારી શક્તિનો જાણે પરચો દેખાડવા અને રાજપીપલા સહીત સમગ્ર સમગ્ર નર્મદા જિલ્લા માં મહિલાઓ સુરક્ષિત છે એવો સાચો દાખલો બેસાડતી આ નિર્ભયા ટીમની મહિલાઓ સાચા અર્થ માં યુવતીઓ કે મહિલાઓ માટે એક સુરક્ષા કવચ બની માં બેન ની ઈજ્જત નહિ કરતા તત્વો માટે એક સ્તંભ સમાન સુરક્ષા પુરી પાડી રહી છે ત્યારે હાલ પડી રહેલી આકરી ગરમીમાં પણ પરિવાર ની જવાબદારી એક તરફ મૂકી લોકોની માં બેનની બેઇજ્જતી કરતા મજનૂઓની શાન ઠેકાણે લાવવા સતત કમર કસી રહી છે ત્યારે આવી પોલીસ ખાતા ની મહિલાઓને ખરેખર સેલ્યુટ મારવી જોઈએ જેમાં ટીમના લીડર પી એસ આઈ કે કે પાઠક સાથે ખભે ખભા મિલાવી કામ કરતી પો.કો .દિપ્તીબેન,કલ્પનાબેન,દર્શનાબેન અને શ્રદ્ધાબેન આજે શાળા કોલેજોમાં કાર્યક્રમોની સાથે સાથે અન્ય જાહેર જગ્યાઓ પર જતી આવતી યુવતીઓ માટે એક આદર્શ બની રહ્યા છે ત્યારે આવનારા દિવસો માં મજનુ રોમિયો નું આ જિલ્લા માં નામોનિશાન જોવા નહિ મળે એમ લાગી રહ્યું છે.અને એનો તમામ શ્રેય નીડર અને પ્રામાણિક એવા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ને જાય છે.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY