અમદાવાદ,
તા.૨૫/૦૩/૨૦૧૮
અમદાવાદમાં દિવસે ને દિવસે ક્રાઇમ સાથે સાથે સેક્સ રેકેટ અને કૌભાંડો પકડાઈ રહ્યા છે. હાલ જ એક એવું સેક્સ રેકેટ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ એક હોટલમાંથી પકડાયું છે. જેમાં ૬ લલનાઓ સહિત ૧૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે રેડ પાડી ત્યારે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતાં.
અમદાવાદના ઓઢવના ભિક્ષુક ગૃહ પાસે આવેલી મિલન હોટલમાંથી સ્થાનિક પોલીસ દ્વારા રેડ પાડતા સેક્સ રેકેટ પકડાયું હતું. ઓઢવ વિસ્તારમાંથી સેક્સ રેકેટ પકડાઈ જતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
આ હોટલમાં ૬ રૂપલલનાઓ સાથે દેહ વ્યાપારનો વ્યવસાય ચલાવતા હોવાનું આવ્યું સામે આવ્યું છે. પોલીસને બાતમીના આધારે મિલન હોટલમાં રેડ પાડી હતી જ્યાં ૬ લલનાઓ સાથે યુવકો રંગરેલિયા મનાવી રહ્યા હતા તેવું સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલતી હતી.
પોલીસે છ રૂપલલનાઓ અને હોટલના મેનેજર સહીત ૪ લોકોની ધરપકડ કરી છે. કુલ ૧૦ આરોપીઓને હાલ ઓઢવ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. પોલીસે રેડ પાડી ત્યારે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતાં.
રેડમાં મેનેજર રમેશ પ્રજાપતિ(૩૫), પ્રેમચંદ પ્રજાપતિ, ગોવિંદ સિંહ ચૌહાણ(૩૦) અને ગ્રાહક શંભુસિંહ રાવની ધરપકડ કરી હતી. હોટેલમાંથી પોલીસે દેહ વિક્રય કરતી ૬ મહિલાઓને રેસ્ક્યુ કરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"