અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વાર : ભારતીયોના બે લાખ કરોડનું ધોવાણ

0
103

મુંબઈ,
તા.૨૩/૦૩/૨૦૧૮

સેન્સેક્સમાં ૪૦૯ પોઈન્ટનું ગાબડું,નિફ્ટીમાં ૧૧૬ અંક તૂટી ૯૯૯૮ પર બંધ

શેરબજારમાં આજે ગાબડુ પડ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવાર શરૂ થઈ ગઈ છે, જે સમાચાર પાછળ અમેરિકન સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો હતો, તેની પાછળ એશિયાઈ અને યુરોપના સ્ટોક માર્કેટ તૂટ્યા હતા. ભારતીય શેરબજારમાં પણ ભારે ગભરાટભરી વેચવાલી ફરી વળી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ ૪૦૯.૭૩(૧.૨૪ ટકા) ગગડી ૩૨,૫૯૬.૫૪ બંધ રહ્યો હતો. તેમજ નિફટી ૧૧૬.૭૦(૧.૧૫ ટકા) તૂટી ૯૯૯૮.૦૫ બંધ થયો હતો.અમેરિકાએ ઈન્ટલેક્ચ્યુલ પ્રોપર્ટીની ચોરી રોકવા માટે ડયૂટી લગાવી છે. અમેરિકાએ ૬૦ અબજ ડાલરની ચીનની આયાત પર ડયૂટી લગાવી દીધી છે. આગામી ૧૫ દિવસમાં તેની યાદી પણ જાહેર કરશે. ટ્રમ્પ આગળના દિવસમાં કોઈપણ પગલા ભરી શકે છે. આમ ટ્રેડ વાર શરૂ થયાના ભય પાછળ ગત મોડીરાતે ડાઉ જાન્સ ૭૨૪ પોઈન્ટ અને નેસ્ડેક ૧૭૮ પોઈન્ટ તૂટ્યા હતા, તેની પાછળ એશિયાના તમામ સ્ટોક માર્કેટ ગબડ્યા હતા. જે પછી ભારતીય શેરોની જાતે-જાતમાં ઓલ રાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. દેશ અને દુનિયાના સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ છવાઈ ગયો હતો. તમામ સેકટરના શેરોના ભાવમાં ગાબડા પડ્યા હતા. વળી સપ્તાહનો છેલ્લો દિવસ હોવાથી નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો ન હતો.

આજના ગાબડાથી રોકાણકારોના ૨ લાખ કરોડથી વધુ ડુબ્યા હતા. બીએસઈના માર્કેટ કેપિટલાઈઝેશનમાં ૨.૩૧ લાખ કરોડનું ધોવાણ થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની ૧૩૦૦થી વધુ ઉત્પાદિત વસ્તુઓ પર ૬૦ અબજ ડાલરની આયાત ડયૂટી લગાવી છે. જેની યાદી આગામી દિવસોમાં જાહેર થશે.

ચીને અમેરિકાને પણ વળતી ધમકી આપી છે. તેઓ ટ્રેડ વારથી ગભરાતા નથી. ચીને ટ્રમ્પના પગલા પછી ૩ અબજ ડાલરની પડતરવાળી અમેરિકન ચીજ-વસ્તુઓ પર ટેરિફ લગાવશે. ટ્રેડ વારની ધમકીથી ભારતીય મેટલ સેકટરના સ્ટોકમાં જારદાર વેચવાલી ફરી વળી હતી અને મેટલ સેકટરના સ્ટોક ૯ ટકાથી વધુ તૂટ્યા હતા.

નિફટી ઈન્ડેક્સ ઓકટોબર ૨૦૧૭ પછી પહેલી વાર ૧૦,૦૦૦ની નીચે ટ્રેડ થયો હતો. નિફટીએ જાન્યુઆરીમાં ૧૧,૧૭૧.૫૫નો હાઈ બનાવ્યો હતો, ત્યાંથી નિફટી ૧૦.૮૩ ટકા તૂટ્યો છે.
ભારત ડાયનેમિક્સના નવા શેરનું ૧૬ ટકા ડિસ્કાઉન્ટ સાથે આજે લિસ્ટીંગ થયું હતું, બીએસઈમાં ભારત ડાયનેમિક્સનો શેર ૧૫.૮૮ ટકા નીચે રૂ.૩૬૦ના ભાવે લિસ્ટ થયો હતો. જે એનએસઈમાં ૧૩.૫૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે રૂ.૩૭૦માં ટ્રેડ થયો હતો.

નરમ બજારમાં આઈટી અને ટેકનોલોજી સેકટરના શેર સામાન્ય પ્લસ હતા, તે સિવાયના તમામ સેકટરના શેરોમાં ગાબડા પડ્યા હતા. રોકડાના શેરોમાં જારદાર વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ ૨૧૬.૫૭નું ગાબડુ પડ્યું હતું. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૨૬૨.૯૪ તૂટ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY