નિર્ભયાના નરાધમોને ફાંસી ક્યારે?

0
73

નિર્ભયા ગેંગ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે અપરાધીઓની ફાંસીની સજા હજુ અકબંધ રાખી છે. જા કે સામાન્ય લોકોને હજુ પણ જે શંકા છે તે એ છે કે આ નરાધમોને આખરે ફાસી ક્યારે થશે. મામલાને જાતા તમામ સભ્ય લોકો પણ માને છે કે આ કેસમાં નરાધમોને ફાંસી વહેલી તકે થવી જાઇએ. ગાળો વધી રહ્યો છે ત્યારે પ્રશ્નો પણ જટિલ બની રહ્યા છે. નિર્ભયા કાંડ બાદ કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા. વધુ કઠોર કાયદા કરવામાં આવ્યા હતા. છતાં આજે દેશના જુદા જુદા ભાગોમાં મહિલા,યુવતિઓ અને બાળકીઓની સાથે અમાનવીય અને પાશવી કૃત્યો થઇ રહ્યા છે. આવી Âસ્થતીમાં અપરાધીઓેને ફાસી આપવામાં આવશે તો ચોક્કસપણે અપરાધી માનસિકતા ધરાવતા લોકોમાં ભય ફેલાવી શકાશે. સાથે સાથે અન્ય કેસોમાં ન્યાય માટે માર્ગ મોકળો થશે. નિર્ભયા ગેંગ રેપની દેશને હચમચાવી મુકનાર ઘટના બાદ કાયદા વધુ કઠોર કરવામાં આવ્યા હોવા છતાં અને દેશના લોકોની નારાજગી સપાટી પર આવી હોવા છતાં હાલના વર્ષોમાં જે રીતે મહિલાઓ અને ખાસ કરીને બાળકીઓની સાથછે દુષ્કર્મ, સામુહિક બળાત્કાર અને જાતિય શોષણની ઘટના વધી છે તે જાતા ચિંતા વધારે થાય છે. આ પ્રકારની ક્રુર માનસિકતા વાળા લોકો દેશમાં ઓછા છે પરંતુ કોઇની સાથે અન્યાય ન થાય તે માટે ન્યાય કરવામાં વિલંબ વધારે કરીશુ તો અપરાધીઓમાં ભય ફેલાશે નહી. સરકારી આંકડા આ બાબતની સાબિતી આપે છે કે વર્ષ ૨૦૦૪થી વર્ષ ૨૦૧૦ સુધી દેશમાં બળાત્કારના આંકડા ૧૮૨૩૩થી ૨૨૧૭૨ વચ્ચે રહ્યા છે. જ્યારે ૨૦૧૨થી વર્ષ ૨૦૧૬ વચ્ચે સંખ્યા ૨૪૯૨૩ રહી છે. છેલ્લા દોઢ વર્ષના ગાળામાં તો જે રીતે કેસોમાં વધારો થયો છે તે બાબત વધારે ચિંતા ઉપજાવે તેવી છે. દોષિતોને સજા કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવી પડશે. ન્યાય મળવાનો સમય ઘટાડી દેવો પડશે. ટેકનિકના કારણે મળનાર ફાયદાને રોકવાની જરૂર પડશે. અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે હાલમાં અપરાધીઓની સજા યોગ્ય રાખી હતી.નિર્ભયા કેસમાં શરૂઆતમાં તપાસ ઝડપથી ચાલી હતી. જા કે ત્યારબાદ સુપ્રીમકોર્ટમાં વિલંબ વધારે થયો છે. આકેસમાં રિવ્યુ પિટિશન પર સુનાવણી વેળા સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, રિવ્યુ માટે કોઇપણ ગ્રાઉન્ડ નથી. જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે તેમાં કોઇ આધાર દેખાતા નથી. સુપ્રીમ કોર્ટે પિટિશનને ફગાવી દીધી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે પાંચમી મે ૨૦૧૭ના દિવસે નિર્ભયા કેસમાં ચારેય દોષિતો મુકેશ, અક્ષય, વિનય અને પવનને દિલ્હી હાઈકોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી મૃત્યુદંડની સજાને યોગ્ય ઠેરવી હતી તે વખતે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આ મામલે રેરેસ્ટ ઓફ રેર છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, પીડિતાએ છેલ્લી ઘડીએ જે નિવેદન આપ્યું હતું તે ખુબ મહત્વપર્ણ અને સૌથી મહત્વપૂર્ણ કડી તરીકે છે.
સમગ્ર મામલાથી દેશ હચમચી ઉઠ્યો હતો. ચીફ જÂસ્ટસ દિપક મિશ્રાના નેતૃત્વમાં બેંચે ચારેય અપરાધીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ત્યારબાદ આ અપરાધીઓએ એક એક કરીને રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. નિયમ મુજબ રિવ્યુ પિટિશનની ઓપન કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ચોથી મે ૨૦૧૮ના દિવસે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના રિવ્યુ પિટિશન અંગે ચુકાદા બાદ તમામ લોકો તરફથી સુપ્રીમના ચુકાદાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ કેસમાં સરકારી વકીલો તરફથી દોષિતોને ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જÂસ્ટસ દિપક મિશ્રા, જÂસ્ટસ અશોક ભુષણ, જÂસ્ટસ આર ભાનુમતિની બેંચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ અપરાધીઓ સામે ખુબ જ નક્કર પુરાવા રહેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૬ અને ૧૭ ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે અડધીરાત્રે પેરામેડિકલની આ વિદ્યાર્થીની ગેંગરેપનો શિકાર થઇ હતી. ચાલતી બસમાં દક્ષિણ દિલ્હીમાં તેના ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. છ લોકો દ્વારા તેના ઉપર ગેંગરેપ કરાયો હતો. અમાનવીયરીતે ગેંગરેપ કરાયા બાદ તેને નિર્દયરીતે માર મારીને ફેંકી દેવામાં આવી હતી.
૨૯મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે સિંગાપોરમાં માઉન્ટ એલિઝાબેથ હોÂસ્પટલમાં તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં અપરાધીઓ પૈકીના એક રામસિંહને તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક કિશોર આરોપી જેને જુએનાઇલ જÂસ્ટસ બોર્ડ દ્વારા અપરાધી ઠેરવવામાં આવ્યો હતો. તેને ત્રણ વર્ષની સજા પુરી કરી લીધા બાદ રિફોર્મેશન હોમમાંથી હાલમાં જ મુક્ત કરવામાં આવ્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY