મોરબી શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે અને તંત્ર પણ આવા બાંધકામ રોકવામાં નિષ્ફળ રહ્યું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે શહેરની ધર્મલાભ સોસાયટીમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામ અંગે મનાઈ હુકમ છતાં બાંધકામ ચાલુ હોય જેથી લત્તાવાસીઓએ બાંધકામ અટકાવવાની માંગ કરી છે.
મોરબીની ધર્મલાભ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું હોય જે અંગે લત્તાવાસીઓના વિરોધ અને તંત્રને રજૂઆત બાદ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે a બાંધકામ જાહેર હિતને નુકશાનકારક અને ગુજરાત નગર રચનાનાં નિયમો વિરુદ્ધ જણાઈ આવે છે અને બાંધકામ કરવા માટે આસામીઓ દ્વારા કચેરીની પરવાનગી લેવામાં આવી નથી જેથી પ્રાથમિક દ્રષ્ટીએ જ ગેરકાયદેસર અને જાહેર હિતને નડતરરૂપ બાંધકામ હોય જે ગેરકાયદેસર બાંધકામ સામે મનાઈ હુકમ આપવામાં આવે છે તેમજ બાંધકામ કરનાર નીતિનભાઈ, મહેશભાઈ અને ધર્મેન્દ્રભાઈને આધાર પુરાવા લેખિત જવાબ સાથે દિવસ ત્રણમાં રજુ કરવાના રહેશે અન્યથા કાર્યવાહી કરવામાં આવશે
જોકે આ મનાઈ હુકમ છતાં સોસાયટીમાં બેરોકટોક બાંધકામ ચાલુ છે અને તંત્રની એસીતેસી કરીને બિલ્ડરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે ત્યારે લત્તાવાસીઓએ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા ફરીથી માંગણી કરી છે અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી આ અંગે યોગ્ય કરવાની માંગ કરી છે
રિપોર્ટર મોરબી
રાહુલ નગવાડિયા
૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




