વાશિંગ્ટન,તા.૨૬
અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયોએ બુધવારે એક કોન્ફરન્સ દરમિયાન નોર્થ કોરિયા ન્યૂક્લિયર ડીલનો ભંગ કરી રહ્યું હોવાના આરોપ લગાવ્યા છે. પોમ્પિયોએ કહ્યું કે, સિંગાપોરમાં ન્યૂક્લિયર ડીલ પર હસ્તાક્ષર છતાં નોર્થ કોરિયા ન્યૂક્લિયર બોમ્બ માટે ફ્યૂઅલ તૈયાર કરી રહ્યું છે. પોમ્પિયોએ એમ પણ કહ્યું કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આ અંગે પ્યોંગયાંગ સાથે ચર્ચા કરી રહ્યું છે. સેનેટ ફોરેન રિલેશન કમિટી દરમિયાન ડેમોક્રેટિક સેનેટર એડ માર્કેએ પોમ્પિયોને નોર્થ કોરિયા બોમ્બ ફ્યૂઅલ તૈયાર કરી રહ્યું છે તે અંગે સવાલો પૂછ્યા હતા. પોમ્પિયોએ તેના જવાબમાં કહ્યું કે, હા આ વાત સાચી છે. તેઓ હજુ પણ વિસ્ફોટક મટિરિયલ પ્રોડ્યુસ કરી રહ્યા છે.
પોમ્પિયોએ કહ્યું કે, નોર્થ કોરિયા સાથે અમેરિકાના સંબંધો આગળ વધી રહ્યા છે અને ટ્રમ્પ તેઓના પરમાણુ અપ્રસારને લઇ ઘણાં ઉત્સાહિત છે. તેમ છતાં ટ્રમ્પ પણ એ વાતમાં સહમત થશે કે, અમેરિકામાં જાખમ ઉભુ કરનાર પ્રણાલી હજુ પણ મોજૂદ છે. પોમ્પિયોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે બે દિવસ પહેલાં જ ટ્રમ્પે છેલ્લા નવ મહિનાથી મિસાઇલ પરિક્ષણ નહીં કરવા માટે નોર્થ કોરિયાના વખાણ કર્યા હતા. પોમ્પિયોએ કહ્યું કે, અમેરિકા નોર્થ કોરિયાને પરમાણુ કરાર માટે અનલિમિટેડ સમય ના આપી શકે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



