નોઈડા,તા.૨૨
અમેરિકનોની છેતરપિંડી કરતુ એક કોલ સેન્ટર નોઈડા ખાતેથી ઝડપાયું છે. પોલીસે આ મામલે FBI(ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન)ની એલર્ટ બાદ ૧૨૬ લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહીનામાં અમેરિકા અને કેનેડામાં જેટલા પણ સાઈબર ફ્રોડ પકડાયા છે તે તમામનું મૂળ દિલ્હી છે.
FBIની માહિતી મળ્યા બાદ ૧૭ કલાકની શોધખોળ પછી નોઈડાના ૧૬૩ સેકટરમાં એક કોર્મિશિયલ બિલ્ડિંગમાં ચાલતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો હતો. બિલ્ડિંગમાં ચાર માળ સુધી ચાલતા આ કોલ સેન્ટરમાં રેડ દરમિયાન ૧૨૬ લોકોની પોલીસે ધરપકડ કરી હતી.
કોલર અમેરિકાના નાગરિકને તેઓ સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન હોવાનું કહેતા હતા. અને તેમના ૯ આંકડાના નબરમાં કયાંક પ્રોબ્લેમ હોવાની વાત કરતા હતા. બાદમાં કોલર ૩૫૦૦ ડોલરની ટ્રાન્સફર પ્લે સ્ટોર ગીફટ કાર્ડસ કે આઈટયુન કાર્ડસ દ્વારા કરવાનું જણાવતા હતા. બાદમાં કોલર કાર્ડનો સિક્રેટ કોડ માંગતા હતા અને તેને તેમના ટીમ લીડર્સને મોકલતા હતા. અને પછીથી આ કોડ જેતે માલિકને મોકલવામાં આવતો હતો. ત્યાંથી આ કોડ ચાઈના, યુએસ અને મુંબઈમાં રહેતા લોકોને અમાઉન્ટ એનકેશ કરવા મોકલવામાં આવતો હતો. અને પછીથી આ પૈસા પાઉજા અને એશિજાના ખાતામાં મોકલવામાં આવતા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





