સુપ્રિમ કોર્ટના આદેશની ઐસી-તૈસી : નવા સિમ માટે આધારની વપરાશ યથાવત્‌

0
33

ન્યુ દિલ્હી,તા.૨૬
સુપ્રીમ કોર્ટ દ્વારા સિમ કાર્ડના કેવાયસી ડોક્્યુમેન્ટ માટે આધારને ફરજિયાત ન હોવાનો આદેશ આપ્યો હોવા છતા ઘણી ટેલિકોમ કંપની મોબાઇલ સિમના રજિસ્ટ્રેશનમાં ઈ-કેવાયસી માટે આધારનો ઉપયોગ કરી રહી છે. એટલું જ નહી ઘણી ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધિઓએ કહ્યું કે, ઈ કેવાયસી અથા આધાર બાયોમેટ્રિકનો ઉપયોગ એટલા માટે પણ કરવામાં આવી રહ્યો છે કે તેનાથી કર્મચારીને પેપરવર્ક કરવામાં સમય બરબાદ કરવાની જરુર નથી પડતી અને ગ્રાહકને પણ ખૂબ જ સહેલાઈથી તેમજ તાત્કાલિક સિમ મળી જાય છે.
ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધિઓએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્વારા આ અંગે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી કે જેમાં ઈ કેવાયસીના ઉપયોગને પ્રતિબંધિત કરવામાં આવ્યો હોય. તેથી જ્યાં સુધી સરકાર આવો કોઈ આદેશ અમને નથી આપતી ત્યાં સુધી અમે ઈ કેવાયસી માટે આધારનો ઉપયોગ ચાલુ રાખીશું. જ્યારે આ અંગે યુઆઈડીઆઈના અધિકારીએ કહ્યું કે, ટેલિકોમ કંપનીઓ સુપ્રીમ કાર્ટના આદેશથી અલગ થઈ શકે છે. અમે ડોટને આ બાબતે જાણકારી આપી છે હવે મંત્રાલયે સમગ્ર મામલે ઉકેલ લાવવાનો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY