નોકરીની લાલચ આપી બોગસ જજે યુવાન સાથે ૭ લાખની છેતરપીંડી કરી

0
280

જુનાગઢ,તા.૨૬
જૂનાગઢનાં એક યુવાનને પાલનપુરનાં શખસે પોતે એડીશનલ ડીસ્ટ્રીકટ જજ હોવાની ઓળખ ઓળખ આપી હતી. બાદમાં કોર્ટમાં નોકરી અપાવી દેવાની લાલચે રૂપિયા ૭ લાખની છેતરપીંડી કરી હતી. આ અંગે ભોગ બનનાર યુવાન દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બોગસ જજની ધરપકડ કરી, પૂછપરછ શરૂ કરી છે.
આ અંગેની વિગત પ્રમાણે અહીંના ભાટિયા ધર્મશાળા વિસ્તારમાં રહેતા સમીર ઇબ્રાહીમ મુલ્લાને પાલનપુરના અમન ચૌહાણનો સંપર્ક થયો હતો. ત્યારે આ શખસે પોતે એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ હોવાની ઓળખ આપી કોર્ટમાં નોકરીની જરૂર હોય તો જણાવવાનું કહેતા સમીર મુલ્લા અંજાઇ ગયો હતો. પોતાનો ભાઇ બેકાર હોય સમીરે કોર્ટમાં નોકરી અપાવવાનું કહેતા, બોગસ જજે નાણાંની માગણી કરી કટકે-કટકે રૂ. ૭ લાખ પડાવ્યા હતા. પરંતુ કોર્ટમાં નોકરી માટે વારંવાર મુદતો આપતો હતો.
જેને લઈને શખ્સ અંગે સમીરને શંકા ઉપજી હતી. સમીરે પાલનપુર જઇ તપાસ કરતા અમન ચૌહાણ નામનો કોઇ એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ ન હોવાનું જાણવા મળતા, પોતે છેતરાયાની અનુભૂતિ થઇ હતી. જેથી બોગસ જજ પાસે નોકરી અથવા પૈસા પરત કરવા માંગણી કરી હતી. જા કે બોગસ જજ હોવાથી નોકરી કે નાણાં મળે તેમ ન હોવાથી સમીરે તેને વિશ્વાસમાં લઇ વધારે મુદત આપવાની તૈયારી દર્શાવી હતી. અને તેને જાણ ન થાય તેમ જૂનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી તેના મોબાઇલ નંબર તથા ઠેકાણાની વિગતો આપતાં પોલીસે તરત નકલી જજની ધરપકડ કરી, પૂછપરછ શરૂ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY