પાકને ઝટકો, ધીમી ઓવર ગતિને કારણે કેપ્ટન અને ટીમે દંડ ભરવો પડશે

0
13

નોટિંઘમ,તા.૪
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહદમ પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશ્વકપ-૨૦૧૯ની પોતાની બીજી મેચમાં ધીમી ઓવર ગતિને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. સરફરાઝની ૨૦ ટકા મેચ ફી, જ્યારે તેના સાથિોની ૧૦ ટકા મેચ ફી કાપવામાં આવશે.
પાકિસ્તાને નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હતી, તેથી કેપ્ટન સહિત તમામ ખેલાડીઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે. હાલની સ્પર્ધામાં પાકિસ્તાને પોતાની પ્રથમ જીત મેળવતા યજમાન ટીમને ૧૪ રનથી પરાજય આપ્યો હતો.
આ સિવાય મેચ દરમિયાન આચાર સંહિતાના ઉલ્લંઘન કરવા માટે ઈંગ્લેન્ડના જેસન રોય અને ઓલરાઉન્ડર જોફ્રા આર્ચરની પણ ૧૫ ટકા મેચ ફી કાપવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) અનુસાર સોમવારે મેચ દરમિયાન જેસન અભદ્ર ટિપ્પણી કરતા સાંભળવા મળ્યો હતો. ઘટના પાકિસ્તાનની ઈનિંગની ૧૪મી ઓવરમાં થઈ જ્યારે રોયે ખરાબ ફીલ્ડિંગ બાદ અભદ્ર ટિપ્પણી કરી જે અમ્પાયરોએ સાંભળી લીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY