યુવકને મોબાઈલ ખોવાયો,મળેલ વ્યક્તિએ ફેસબુક પર બીભત્સ ફોટા મૂક્યા

0
94

અમદાવાદ,તા.૧૭
જો તમે સોશિયલ સાઇટનો ઉપયોગ કરતા હો તો તેને પાસવર્ડ વડે લોક કરી રાખજો કારણ કે, જો તમારો ફોન ખોવાઇ જાય તો તેનો કોઇ વ્યક્તિ ઉપયોગ કરી સોશિયલ મીડિયા દ્વારા વ્યક્તિને બદનામ પણ કરી શકે છે. આવો જ એક કિસ્સો વાડજની મહિલા સાથે બન્યો છે.
મહિલાની દેરાણીના ભાઇના ખોવાયેલા મોબાઇલમાંથી કોઇ અજાણી વ્યક્તિએ ફોન માલિકના ફેસબુક આઇડી પરથી તેમના જ સંબંધીની ફેસબુક વોલ પર બીભત્સ ફોટા શેર કરી દીધા હતા. આ મામલે મહિલાએ સાઇબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ જૂના વાડજ વિસ્તારમાં નયનાબહેન તેના પરિવાર સાથે રહે છે. ગત તા.ર૭ ફેબ્રુઆરીના રોજ નયનાબહેનના ફેસબુકમાં તેમના દેરાણીના ભાઇ વિજયભાઇની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતાં તેણીએ એકસેપ્ટ કરી હતી. બીજા દિવસે રાત્રે ૧ર-૩૦ની આસપાસ નયનાબહેનનાં ભાણેજે ફોન કરી તમારા ફેસબુક પર બીભત્સ ફોટા મૂકી ગંદી કોમેન્ટ કરાઇ છે તેમ જણાવ્યું હતું.
નયનાબહેને ફેસબુકમાં જોતાં તેમની દેરાણીના ભાઇના ફેસબુક આઇડી પરથી નયનાબહેન તેમની દીકરીના બિભત્સ ફોટા શેર કરેલા જોવા મળ્યા હતા. ઉપરાંત તેમની દેરાણી અને માસીની દીકરીના પણ બીભત્સ ફોટા ફેસબુકમાં શેર કરી ગંદી કોમેન્ટો કરી હોવાની જોવા મળી હતી.
વિજયભાઇને આ અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, ૧૪ ફેબ્રુઆરીના રોજ મારો મોબાઇલ ગુમ થઇ ગયો છે. જેથી કોઇ અજાણી વ્યક્તિએ ખોવાયેલા ફોનમાંથી વિજયભાઇના ફેસબુક આઇડી પરથી તેમના જ સગાં-સંબંધીના બીભત્સ ફોટા નયનાબહેના ફેસબુક પર શેર કરી દીધા હતા આ અંગે સાઇબર ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY