શ્રીલંકા,નેપાળ,મલેશિયા,માલદિવ જેવા દેશો ખસી ગયા
બેઈજિંગ,તા.૨૩
વન બેલ્ટ- વન રોડ દ્વારા ચીન દુનિયાના મોટાભાગના દેશોને પોતાના વર્ચસ્વ હેઠળ લાવવાની કોશિશમાં લાગેલું છે. તેની સાથે જ ચીનની નજર વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ દેશો પર પણ લાગેલી છે. એશિયામાં શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, મલેશિયા અને માલદીવ પર ચીન પોતાની પકડ મજૂબૂત કરવામાં લાગેલું છે.
તેની સાથે જ જિબૂતી અને રવાન્ડા જોવે આફ્રિકન દેશોને પોતાના પ્રભાવ હેઠળ લાવીને આફ્રિકા ખંડમાં ચીન પોતાનું વ્યૂહાત્મક ભવિષ્ય જાઈ રહ્યું છે. પરંતુ ચીનની ચાલને ઘણાં દેશો ખૂબ સારી રીતે સમજી રહ્યા છે. વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટમાં સામેલ થવાનો ઈન્કાર કરનારા દેશોમાં મલેશિયા જેવા કેટલાક દેશો સામેલ છે. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ચીનની લોનની માયાજાળમાં ફસાયેલા દેશો હવે એ વાત સમજી રહ્યા છે કે ભવિષ્યમાં આવી બાબત તેમના માટે મુશ્કેલીનો પહાડ સાબિત થઈ શકે છે.
હંબનટોટા દ્વારા ચીન શ્રીલંકા પર પહેલા જ ગાળિયો કસી ચૂક્યું છે. પરંતુ શ્રીલંકામાં તમામ રાજકીય પક્ષોનો અભિપ્રાય છે કે તેઓ કોઈ દેશના ગુલામ બની શકે નહીં. દેશના વિકાસ માટે વિદેશી રોકાણ જરૂરી હોવા છતાં શ્રીલંકાના રાજકીય પક્ષો સાર્વભૌમત્વ અને અખંડિતતાને તેની કિંમત રૂપે ચુકવણી કરવાની મનસા ધરાવતા નથી.
શ્રીલંકા, જિબૂતી, મ્યાંમારથી લઈને મોન્ટેનિગ્રોનું માનવું છે કે તેમના દેશમાં માળખાગત સુવિધા માટે ચીન મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું છે. પરંતુ તેનો ફાયદો ચીનને વધારે થઈ રહ્યો છે અને તેમના દેશને આવા રોકાણનું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. આવા દેશોનું કહેવું છે કે રોજગારના નામે ચીનના મજૂરોને ફાયદો મળી રહ્યો છે. પરંતુ તેમના નાગરીકોને નોકરી મળી રહી નથી. ચીનના મજૂરો આવા દેશોમાં નોકરી કરી રહ્યા છે અને નાણાં ચીન પહોંચી રહ્યા છે.
મલેશિયાના એક અર્થશાસ્ત્રી ખોર યૂ લેંગે કહ્યું છે કે ચીનની સરકારની માનસિકતા છે કે મદદ દ્વારા તેઓ આવા દેશોમાં પોતાનો પગદંડો જમાવવામાં કામિયાબ થશે. ચીનના નાગરીકોને રોજગારનો અવસર મળશે. પરંતુ હવે મલેશિયા અથવા અન્ય દેશોના યુવાનોની માનસિકતામાં પરિવર્તન આવી રહ્યું છે. તેઓ એ વાત સમજી રહ્યા છે કે તેમની કિંમત પર ચીન તેમના દેશના સંશાધનોનું દોહન કરી રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




